IPS અધિકારી અપર્ણાએ રચ્યો ઈતિહાસ, ન્યૂમોનિયામાં બર્ફીલી હવા ઝેલીને પહોંચ્યા સાઉથ પોલ
હાલમાં જ આઈપીએસ અપર્ણા કુમાર સાઉથ પોલ પર પહોંચનાર પહેલી મહિલા આઈપીએસ અધિકારી બની ગયા છે. તેમના અંગે સમાચાર આવી રહ્યા છે કે આ મિશન પર જતા પહેલા તેમને ન્યૂમોનિયા થઈ ગયો હતો પરુતં તે આની પરવા કર્યા વિના મિશન પર નીકળી પડ્યા. અપર્ણાએ 13 જાન્યુઆરીએ આ લક્ષ્ય પૂરુ કર્યુ હતુ. એટલુ જ નહિ આ મિશન દરમિયાન તેના માટે જરૂરી સન ગ્લાસ પણ તૂટી ગયા હતા.

ચહેરા પર પડતા રહ્યા બર્ફીલી હવાના થપેડા
અપર્ણાએ જણાવ્યુ કે મિશન પર તેમના ચશ્મા તૂટી ગયા હતા તો તેમના ચહેરાને -40 ડિગ્રી તાપમાનમાં બર્ફીલી હવાની થપેડો ઝેલવી પડી. તેમની બહુ ખરાબ રીતે બિમાર પડવાની સંભાવના હતી. અપર્ણાએ જણાવ્યુ કે આટલી ખરાબ પરિસ્થિતિમાં પણ તે ત્યાં સુધી પહોંચી શકી તો તે પોતાને નસીબદાર માને છે. તે આ જીતનો શ્રેય પોતાના પતિ સંજય કુમારને આપે છે.

કોણ છે અપર્ણા કુમાર?
અપર્ણા વર્ષ 2002ના યુપી કેડરના આઈપીએસ બેચની મહિલા અધિકારી છે અને હાલમાં દહેરાદૂનમાં ડીઆઈજી તરીકે આઈટીબીપી પોસ્ટેડ છે. અપર્ણાના પતિ સંજય કુમાર યુપી અર્બન ડેવલપમેન્ટમાં સચિવ છે અને અપર્ણા અનુસાર તેમની આ જીત પાછળ તેના પતિનો જ હાથ છે. અપર્ણા બહુ જ બિમાર હતા પરંતુ તેમણે કોઈ પણ પરિસ્થિતિમાં લક્ષ્ય સુધી પહોંચવાનુ નક્કી કરી લીધુ હતુ. તમને જણાવી દઈએ કે અપર્ણા એકલી ઉપર નહોતા પહોંચ્યા પરંતુ તેમની સાથે 35 કિલોના સ્લેજને પણ ખેંચીને ઉપર સુધી લઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે અપર્ણા પહેલા એંટાર્કટિકા પીક પણ અચીવ કરી ચૂક્યા છે.

રસ્તામાંથી પાછા ફર્યા હતા અપર્ણાના બાકીના સાથી
અપર્ણા સાથે આ મિશન પર ગયેલા એક અમેરિકીએ એલ્ટીટ્યુડ પ્રોબ્લેમના કારણે વચમાં જ આ મિશન છોડી દીધુ હતુ. આ ઉપરાંત આયરલેન્ડના બીજા વ્યક્તિએ કોણીમાં ઈજાના કારણમે મિશનને રસ્તામાં જ છોડી દીધી પરંતુ અપર્ણાએ આટલા બિમાર હોવા છતા મિશનને પૂરુ કર્યુ અને ભારતનું નામ રોશન કર્યુ.
આ પણ વાંચોઃ ગરીબ બાળકોને 12માં સુધી મફત શિક્ષણ આપવા અંગે કરી રહી છે વિચાર મોદી સરકાર