રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018: સટ્ટા બજારમાં ભાજપની બલ્લે બલ્લે
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાન શમી ગયો છે અને શુક્રવાર એટલે કે 7 ડિસેમ્બરે રાજ્યમાં મતદાન યોજાશે. પરંતુ ચૂંટણીના પરિણામ આવતા પહેલા તમામ પ્રકાર અટકળો લાગવા લાગી છે. તમામ એક્ઝિટ પોલના પરિણામો પણ સામે આવવા શરૂ થશે, પરંતુ સટ્ટા બજાર કે જે ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે ઘણુ ઉત્સાહી હતુ તે પ્રચાર ખતમ થયા બાદ કોંગ્રેસના પક્ષમાં નથી દેખાઈ રહ્યુ. રાજસ્થાનમાં ચૂંટણીની તારીખોની ઘોષણા પહેલા જ કોંગ્રેસને મજબૂત દાવેદારના રૂપમાં જોવામાં આવતુ હતુ અને તેને ભાજપના મુકાબલે ઘણુ સારુ માનવામાં આવી રહ્યુ હતુ પરંતુ ચૂંટણી પ્રચાર ખતમ થતા સાથે જ આના ઉલટા સંકેત મળી રહ્યા છે.
આ પણ વાંચોઃ ડિયર મોદીજી, 1654 દિવસ થઈ ગયા, તમે પ્રેસ કોન્ફરન્સ નથી કરી, કરી તો જુઓ

પ્રચાર થમી ગયા બાદ બદલાયુ વલણ
સટ્ટા બજારની વાત કરીએ તો કોંગ્રેસ ચૂંટણીની તારીખોની ઘોષણા પહેલા ભાજપથી ઘણી આગળ હતી. સટ્ટા બજાર અનુસાર કોંગ્રેસને 125-150 સીટો મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ હતુ. આનુ મોટુ કારણ માનવામાં આવી રહ્યુ હતુ લોકોમાં મુખ્યમંત્રી વસુંધરા રાજે માટેની નારાજગી. પરંતુ ચૂંટણી પ્રચાર ખતમ થતા સાથે જ ભાજપને માત્ર રાજસ્થાન નહિ પરંતુ કોલકત્તા અને રાજકોટ સટ્ટા બજારમાં પણ આગળ જોવા મળી રહ્યુ છે. ફલોદી સટ્ટા બજારે જે આંકડા રજૂ કર્યા છે તે અનુસાર ભાજપને 107-109 સીટો મળી શકે છે જ્યારે કોંગ્રેસના ખાતામાં 71-73 સીટો જઈ શકે છે.

શું કહે છે તમામ સટ્ટા બજાર
વળી, જયપુર સટ્ટા બજારની માનીએ તો અહીં ભાજપને પૂર્ણ રૂપે બહુમત મળતો દેખાઈ રહ્યો છે. જયપુર સટ્ટા બજારે ભાજપને 115-117 સીટો આપી છે જ્યારે કોંગ્રેસના ખાતામાં માત્ર 65-68 સીટો આવી છે. જ્યારે શેખાવતી સટ્ટા બજારે ભાજપને 103-105 સીટો આપી છે અને કોંગ્રેસને 54-45 સીટો આપી છે. રાજકોટ સટ્ટા બજારે ભાજપને 105-107 સીટો આપી છે અને કોંગ્રેસને માત્ર 61-63 સીટો આપી છે. જયપુર અને કોલકત્તા સટ્ટા બજારના આંકડા એકબીજાની ઘણા નજીક છે. કોલકત્તા સટ્ટા બજારે ભાજપને 112-114 સીટો આપી છે જ્યારે કોંગ્રેસને 57-59 સીટો આપી છે.

ભાજપને પૂર્ણ બહુમત
રસપ્રદ વાત એ છે કે સટ્ટા બજારના આંકડામાં બહુ વધુ અંતર નથી. માત્ર 2-3 સીટોના અંતર પર જ તમામ સટ્ટા બજારે ભાજપ અને કોંગ્રેસને સીટો આપી છે. પરંતુ સટ્ટા બજારના આંકડાની જે સૌથી મહત્વની વાત છે તે એ કે બધાએ ભાજપને પૂર્ણ બહુમત આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીના પરિણામો 11 ડિસેમ્બરે ઘોષિત કરવામાં આવશે. એવામાં અંતિમ નિર્ણય 11 ડિસેમ્બરે જ આવશે કે છેવટે મતદાતાઓને કોના પર પોતાનો ભરોસો વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચોઃ પીએમ મોદીના આ બે ફોટાએ તોડી દીધા લોકપ્રિયતાના બધા રેકોર્ડ