For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ચીની ઘુષણખોરી પર નહેરુ જેવી ભૂલ કરી રહ્યાં છે મનમોહન'

By Super
|
Google Oneindia Gujarati News

khanduri
દેહરાદુન, 4 મેઃ ભાજપી નેતા ભુવન ચંદ્ર ખંડુરીએ ભારતીય સરહદમાં ચીની ઘુષણખોરી મુદ્દાને હળવાશથી લેવાનો આરોપ લગાવતા પ્રધાનમંત્રી મનમોહન સિંહની આલોચના કરી છે અને ચેતવ્યા છે કે આ સંબંધમાં કોઇપણ પ્રકારની ઢીલથી સરહદ પર 1962 જેવા હાલાત સર્જાય શકે છે.

રિટાયર્ડ મેજર જનરલ ખંડુરીએ કહ્યું કે, ચીની સૈનિક ભારતીય સીમામાં 19 કિમી સુધી ઘુસી ગયા છે અને પ્રધાનમંત્રી કહે છે કે આ સ્થાનિક સમસ્યા છે અને ઘુષણખોરીની સમસ્યા નથી. આ પ્રકારનું વલણ દેશ માટે યોગ્ય નથી.

તેમણે કહ્યું કે, 1962માં ચીન-ભારત યુદ્ધ પહેલા તિબેટમાં ભારતીય સીમાઓ નજીક ચીને બુનિયાદી ઢાંચો અને સૈન્ય નિર્માણોની તત્કાલિન પ્રધાનમંત્રી જવાહરાલ નહેરુએ અનદેખી કરી હતી. આટલી મોટી સંખ્યામાં ચીની સૈનિકોની આ વખતે ભારતીય સરહદમાં ઘુષણખોરીને હળવાશથી લેવાથી ફરીથી તેવા જ હાલાત બની શકે છે અને દેશને તે મોંઘુ પડી શકે છે.

ખંડુરીએ કહ્યું કે ચીને 1962ના યુદ્ધ પહેલા તિબેટમાં ભારતીય સીમાઓ નજીક હવાઇ પટ્ટીઓ, હેલિપૈડ અને રસ્તાઓનું નિર્માણ શરૂ કરી દીધું હતુ, પરંતુ તત્કાલિન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ એ તમામ બાબતની અનદેખી કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રિય મંત્રીએ કહ્યું કે, આખરે ચીને આપણા પર હુમલો કર્યો અને આપણે હારી ગયા. દેશને આંતરરાષ્ટ્રીય કક્ષાએ શરમજનક સ્થિતિમાં મુકાવુ પડ્યું. પ્રધાનમંત્રીએ ચીની સૈનિકોની ઘુષણખોરીના મુદ્દે સંપૂર્ણપણે ગંભીરતા લેવી જોઇએ.

English summary
BJP leader B C Khanduri on Saturday criticised Prime Minister Manmohan Singh for downplaying the issue of Chinese incursion into Indian territory and warned that any flippancy in this regard may lead to a 1962 like situation along the country's borders.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X