• search

નાસાએ કેરળ પૂર પહેલાની અને પછીની તસવીરો જાહેર કરી

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  છેલ્લા દિવસોમાં મુશળધાર વરસાદે જેવી રીતે કેરળમાં તબાહી મચાવી છે તેનાથી હજારો લોકો અસરગ્રસ્ત થયા છે અને કેટલાય નાગરિકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, જ્યારે લાખો લોકોએ ઘર ગુમાવવાનો વારો આવ્યો. કેરળમાં આવેલ આ વરસાદ 1924 પછીનો સૌથી ભયાનક વરસાદ હતો. જણાવી દઈએ કે 8 ઓગસ્ટ 2018થી કેરળમાં મુશળધાર વરસાદે ત્રાટકવાનું શરૂ કર્યું હતું. જેને પગલે આવેલા ભયંકર પૂરને કારણે 50 હજારથી વધુ ઘર બરબાદ થઈ ગયાં છે, કેરળના 13-14 જિલ્લામાં પૂરની અસર જોવા મળી છે.

  164 ટકા વરસાદ નોંધાયો

  164 ટકા વરસાદ નોંધાયો

  નાસાએ જાહેર કરેલી સેટેલાઈટ તસવીર પરથી કેરળમાં આવેલી તબાહીને સ્પષ્ટપણે સમજી શકાય છે. 19 જુલાઈથી 18 ઓગસ્ટ વચ્ચેની તસવીર સામે આવી છે, જેનાથી અહીંની સ્થિતિનો અંદાજો લગાવી શકા છે. 20 જુલાઈએ કેરળમાં સામાન્ય વરસાદ શરૂ થયો હતો જેણે 8થી 16 ઓગસ્ટ દરમિયાન ભયંકર રૂપ ધારણ કરી લીધું હતું અને હવે અહીં ચારો તરફ પાણી જ પાણી ભર્યાં છે. જૂનની શરૂઆતમાં જ કેરળમાં 42 ટકા વરસાદ નોંધાયો હતો. પરંતુ ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં 20 દિવસોમાં 164 ટકા વરસાદ નોંધાયો હતો.

  ડેમના પાણીથી મચી તબાહી

  ડેમના પાણીથી મચી તબાહી

  ઓગસ્ટ મહિનામાં કેરળમાં થયેલ વરસાદે સમગ્ર કેરળમાં તબાહી મચાવી હતી, આ પૂરને પાછલી એક સદીનું સૌથી ભયંકર પૂર માનવામાં આવે છે. ભૂતકાળમાં આવું ભયંકર પૂર ક્યારેય નથી આવ્યું. સતત વરસાદને કારણે કેરળ સરકારે એકસાથે 80 ટકા પાણી ડેમ દ્વારા છોડવું પડ્યુ્ં. આ પાણી ઈડુક્કી ડેમમાંથી છોડવામાં આવ્યું હતું જે એશિયાના સૌથી મોટા ડેમમાંનો એક છે. પહેલી વખત આ ડેમના 35 દરવાજાને એકસાથે ખોલવામાં આવ્યા હતા.

  પાણી છોડવામાં કર્યું મોડું

  પાણી છોડવામાં કર્યું મોડું

  નાસાના ગોદાર્દ સ્પેસ ફ્લાઈટ સેન્ટરના વૈજ્ઞાનિક સુજય કુમારે જણાવ્યું કે ડેમથી પાણી છોડવામાં બહુ મોડું થઈ ગયું હતું ઉપરાંત પાણી છોડવામાં આવ્યું ત્યારે ભારે વરસાદ વરસી રહ્યો હતો. સેટેલાઈટની તસવીર પરથી જાણી શકાય છે કે કઈ રીતે વરસાદે સમગ્ર રાજ્યને પોતાની લપેટમાં લઈ લીધું હતું.

  સેટેલાઈટ તસવીર

  સેટેલાઈટ તસવીર

  કેરળમાં આવેલ ભયંકર પૂરની આ તસવીરને ઓપરેશનલ લેન્ડ ઈમેજરે લેંડસેટ દ્વારા ખેંચી છે, 6 ફેબ્રુઆરી 2018 અને પૂર વચ્ચે દરમિયાન કેરળના હાલાત કેવા હતા તે તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે.

  નદીના પાણીએ તબાહી મચાવી

  નદીના પાણીએ તબાહી મચાવી

  પ્રદેશમાં તમામ નદીઓને પણ આ તસવીરમાં દર્શાવવામાં આવી છે, જે બંને કાંઠે છલોછલ વહી રહી છે. કરુવન્નૂર નદીમાં આવેલ પૂરથી 40 ગામ તબાહ થઈ ગયાં. રાષ્ટ્રીય રાજ્યમાર્ગને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.

  કેરળમાં રેડ એલર્ટ પરત ખેંચાયું

  કેરળમાં રેડ એલર્ટ પરત ખેંચાયું

  કેરળમાં આવેલ ભારે વરસાદને કારણે કોચિન એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે 29 ઓગસ્ટે એરપોર્ટને ફરી ખોલવામાં આવી રહ્યો છે. હવામાન ખાતાએ 14 જિલ્લામાંથી રેડ એલર્ટ પરત લઈ લીધું. આ પણ વાંચો- કેરળમાં વરસાદ બંધ થવાથી રાહત કાર્ય ઝડપી બન્યું

  English summary
  Here is how flood washed out the Kerala shown NASA image of before and after. Flood have washed out more than 50000 homes.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more