For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુંભના મેળાની આસ્થાને માણી રહેલા વિદેશીઓ, તસવીરો

|
Google Oneindia Gujarati News

આખી દુનિયામાં સૌથી મોટા ધાર્મિક મેળા તરીકે જાણીતો કુંભનો મેળો શરૂ થવાના આરે છે જેની તૈયારીઓ લગભગ પૂરી થઇ ગઇ છે. આ મેળો હંમેશથી દુનિયાભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. અત્રે નાગા સાધુ તો આવે જ છે સાથે સાથે દુનિયાભરના પ્રવાસીઓ પણ આ મેળામાં સહર્ષ ઉમટી પડે છે. કુંભનો મેળો 12 વર્ષમાં માત્ર એક વખત જ થાય છે. કુંભનો મેળો એકમાત્ર એવો મેળો છે જ્યાં કોઇ નદીમાં ડૂબકી લગાવીને પવિત્ર થવા, તો કોઇ ધાર્મિક કાર્ય કરવા માટે, તો કોઇ આ મેળામાં આનંદ માણવા માટે અત્રે ઉમટી પડે છે.

કુંભ મેળા દરમિયાન આસ્થાની મજા મણી રહેલા વિદેશઓ પણ જોવા મળ્યા છે. ક્યાંક વિદેશીઓએ સંગમ તટે શાહી સ્નાન કર્યું હતું, જો પૂજા અર્ચના પણ કરી હતી. જો કે, આ ચૂસ્ત પોલીસ સુરક્ષા કુંભ મેળા દરમિયાન જોવા મળી રહી છે.

કુંભનો મેળો ઇલાહાબાદમાં આવેલા સંગમ તટ પર થાય છે. એવું માનવામાં આવે છે કે મકરસંક્રાંતિ અને પોષ પૂર્ણિમાંના દિવસે અત્રે સ્નાન કરવાથી પૂણ્યની પ્રાપ્તી થાય છે. માટે આ દિવસે અહીં સ્નાન કરવા માટે દુનિયાભરમાંથી તિર્થયાત્રીઓ આવે છે અને પૂણ્ય પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે. આ મેળો એક માસ સુધી ચાલતો રહે છે. ઉત્તરપ્રદેશમાં આવેલા અલ્હાબાદમાં યોજાયેલા કુંભ મેળામાં પવિત્ર સ્નાન માટ ઉમટેલા સામાન્ય ભક્તો અને શ્રદ્ધાળુઓને અલ્હાબાદમાં વિવિધ અખાડાઓના નાગા બાવાઓના જુદા જુદા સ્વરૂપો જોવા મળ્યા હતા. અહીં કુંભના મેળાની આસ્થાને માણી રહેલા વિદેશીઓની તસવીરો રજુ કરવામાં આવી છે.

વિદેશી ભક્તો દ્વારા યોગ

વિદેશી ભક્તો દ્વારા યોગ

અલ્હાબાદમાં ગંગા તટે મહા કુંભમાં ભાગ લેવા આવેલા વિદેશી ભક્તો દ્વારા યોગ કરવામાં આવ્યો હતો.

ભક્તિની ડૂબકી

ભક્તિની ડૂબકી

મહા કુંભ દરમિયાન સંગમ તટમાં મહામંડલેશ્વર સ્વામી મહાદશાંનંદા ગિરિજી મહારાજ સાથે તેમના ભક્તો દ્વારા આસ્થા અને ભક્તિની ડુબકી મારવામાં આવી હતી.

સંગમ તટે આરતી

સંગમ તટે આરતી

ભક્તો દ્વારા મહા કુંભ ઉત્સવમાં આરતી કરવામાં આવી રહી હતી.

વિદેશી ભક્તની આસ્થા

વિદેશી ભક્તની આસ્થા

મહા કુંભ દરમિયાન પૂજા અને અર્ચના કરતા વિદેશી ભક્તો નજરે ચઢે છે

કમાન્ડો દ્વારા પેટ્રોલિંગ

કમાન્ડો દ્વારા પેટ્રોલિંગ

મહા કુંભમાં ગંગા નદીના સંગમ તટે કમાન્ડો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

English summary
Foreign devotees perform Yoga after taking holy dip in Ganga at Sangam in Allahabad on Wednesday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X