For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ હોલાન્ડે ભારત પ્રવાસે

|
Google Oneindia Gujarati News

francois hollande
નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી: ફ્રાંસના રાષ્ટ્રપતિ આજથી બે દિવસ માટે ભારત પ્રવાસ માટે આવી ચૂક્યા છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ હોલાન્ડે આ પ્રવાસ દરમિયાન રક્ષા, પરમાણુ ઉર્જા, આતંકવાદ સામે અભિયાન અને વ્યાપાર પર ચર્ચા થશે. રાજદૂત ફ્રાંસવા રિશરે જણાવ્યું કે લડાકૂ વિમાનની ટેકનોલોજી હસ્તાંતરણની ભારતની માંગ સ્વીકારી લેવામાં આવી છે અને કરારના આધારે ટૂંક સમયમાં આની પર હસ્તાક્ષર કરવામાં આવશે.

જોકે ફ્રાંસના વિદેશ મંત્રી લોરેન્ટ ફૈબિયસે પેરિસમાં જણાવ્યું કે લડાકૂ વિમાનોના સોદાને અંતિમ રૂપ આપવા માટે ભારત સાથની વાતચીત પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રાજનૈતિક સૂત્રોએ આ યાત્રા દરમિયાન પર જૈતાપૂર પરમાણું પ્લાન્ટ અંગેના કરાર પર કોઇ ચર્ચાનો ઇનકાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ભારતે આ વર્ષની શરૂઆતમાં દસૌલ્ત એવિએશનના રાફેલ વિમાનને 10 અરબ ડોલરની કિંમતથી 126 લડાકુ વિમાનોની આપૂર્તિ માટે પસંદગી કરી છે. તેને અમેરિકાના એફ-16, એફ-18 સહિત પાંચ અન્ય વિમાનોમાં સમાવેશ કરાયો છે.

ફ્રાંસના રાજદૂતે ભારતને આશ્વાસન આપ્યું છે કે મહારાષ્ટ્રના જૈતાપુર પરમાણુ ઉર્જા પરિયોજના અંતર્ગત સ્થાપિત થનાર યુરોપિયન પ્રેસરાઇઝ્ડ રિએક્ટર સુરક્ષિત છે. તેમણે જણાવ્યુ કે એ સારી રીતે કાર્ય કરી રહ્યું છે. જ્યારે વિધેયક મુદ્દે તેમણે જણાવ્યું કે અમે ભારતના આંતરિક મુદ્દાઓમાં ક્યારેય હસ્તક્ષેપ નથી કર્યો.

English summary
French President Francois Hollande embarked on a fresh push on Thursday to clinch a $12-billion sale of Rafale fighter jets as he held talks in India on his first visit to Asia since taking office.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X