For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gambia Cough Syrup Deaths: જે કફ સિરપ પર દુનિયામાં થયો છે હોબાળો, શું એ ભારતમાં વેચાય છે?

(WHO)એ ગામ્બિયામાં લગભગ 66 બાળકોની ગંભીર રીતે કિડની ડેમેજ થવાથી મોત થયા બાદ મેડ ઈંડિયા કફ સિરપને જવાબદાર ગણાવી છે. જાણો આ સિરપ ભારતમાં વેચાય છે કે નહિ.

|
Google Oneindia Gujarati News

Gambia Cough Syrup Deaths: વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)એ ગામ્બિયામાં લગભગ 66 બાળકોની ગંભીર રીતે કિડની ડેમેજ થવાથી મોત થયા બાદ મેડ ઈંડિયા કફ સિરપને જવાબદાર ગણાવી છે. આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યુ કે એ સિરપના સેમ્પલને તપાસ માટે મોકલવામાં આવી ચૂક્યા છે. મંત્રાલયે એ પણ જણાવ્યુ કે એ પ્રોડ્કટ માત્ર નિકાસ માટે બનાવવામાં આવી હતી અને તે ભારતમાં વેચાતી નથી.

ભારત માટે આ મોટો ઝટકો છે

ભારત માટે આ મોટો ઝટકો છે

તમને જણાવી દઈએ કે ગામ્બિયામાં ડઝનેક બાળકોના મોત થઈ ગયા ત્યારબાદ ડબ્લ્યુએચઓએ કહ્યુ કે ચાર મેડ ઈન ઈંડિયા કફ સિરપનો ઉપયોગ ખતરનાક છે. ત્યારબાદ હવે આરોગ્ય મંત્રાલયે માહિતી આપી છે કે ડબ્લ્યુએચઓ દ્વારા ચાર દવાઓના હરિયાણા સ્થિત મેડેન ફાર્માસ્યુટિકલ્સ દ્વારા નિર્મિત એક જ બેચના સેમ્પલ લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તપાસ રિપોર્ટ સામે આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને ત્યારે આગળની માહિતી શેર કરી શકાશે.તમને જણાવી દઈએ કે ફાર્મસીની દુનિયામાં ભારતનો દબદબો છે પરંતુ પશ્ચિમ આફ્રિકી દેશમાં 66 બાળકોના મોતની ઘટના ભારત માટે એક મોટો ઝટકો છે. ભારત બધા મહાદ્વીપો ખાસ કરીને આફ્રિકાને દવાઓ નિકાસ કરે છે.

આરોગ્ય મંત્રાલયે ડબ્લ્યુએચઓ પાસે માંગ્યો છે આ રિપોર્ટ

આરોગ્ય મંત્રાલયે ડબ્લ્યુએચઓ પાસે માંગ્યો છે આ રિપોર્ટ

આરોગ્ય મંત્રાલયે આ સાથે જ ડબ્લ્યુએચઓ પાસેથી એ મેડિકલ રિપોર્ટ માંગ્યો છે જેને મેડિકલ પ્રોડક્ટના કારણે બાળકોના મોત માટે જવાબદાર ગણવામાં આવી છે. સાથે જ આરોગ્ય મંત્રાલયે કહ્યુ કે આ એ દેશોને આયાત કરી રહ્યુ હતુ જે સામાન્ય રીતે આવી પ્રોડક્ટ યુઝ કરવાની મંજૂરી આપતા પહેલા તેનુ પરીક્ષણ કરે છે.

મેડન ઈંડિયામાં જોવા મળી ઝેરીલા લેડની વધુ પડતી માત્રા

મેડન ઈંડિયામાં જોવા મળી ઝેરીલા લેડની વધુ પડતી માત્રા

તમને જણાવી દઈએ કે ડબ્લ્યુએચઓએ બુધવારે કહ્યુ કે ચાર મેડ ઈન ઈંડિયા કફ સિરપ જેમાં Promethazine Oral Solution, Kofexmalin Baby Cough Syrup, Makoff Baby Cough Syrup અને Magrip N Cold Syrupના સેમ્પલ ટેસ્ટમાં ડાયથાઈલીન ગ્લાઈકૉલ અને એથિલીન ગ્લાઈકૉલની અત્યાધિક માત્રા જોવા મળી છે જે વિષાક્ત અને લેડ હોઈ શકે છે અને જે ઝડપથી બાળકોની કિડની ડેમેજ કરી શકે છે.

સસ્તા વિકલ્પ તરીકે મેડિકલ પ્રોડક્ટમાં યુઝ કરે છે કંપનીઓ

સસ્તા વિકલ્પ તરીકે મેડિકલ પ્રોડક્ટમાં યુઝ કરે છે કંપનીઓ

ઉલ્લેખનીય છે કે ડાયથિલીન ગ્લાઈકૉલ અને એથિલીન ગ્લાઈકૉલનો ઉપયોગ એંટીફ્રીઝ અને brake fluids અને અન્ય ઈંડસ્ટ્રીયલ પ્રયોગોમાં ઉપયોગ કરવામાં આવે છે. જો કે અહીં મેડેન દવાની ફેક્ટરી છે ત્યાં હરિયાણાના આરોગ્ય મંત્રી અનિલ વિજ દવાના સેમ્પલની તપાસ કરાવી રહ્યા છે. તેમણે કહ્યુ છે કે કંઈ પણ ખોટુ મળવા પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

English summary
Gambia Cough Syrup Deaths: What health ministry said to WHO about that cough syrup? Is it sell in India?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X