For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગીતિકા કેસ: ગોપાલ કાંડા વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

gopal kanda, geetika sharma
નવી દિલ્હી, 6 ઑક્ટોબર: ગીતિકા શર્મા આત્મહત્યા કેસમાં પોલીસે હરિયાણાના પૂર્વ મંત્રી ગોપાલ કાંડા અને તેની મેનેજર અરૂણા ચડ્ડા વિરૂદ્ધ ફાઇલ દાખલ કરી છે. પોલીસે લગભગ ચાર સો પેજની ચાર્જશીટમાં કાંડા વિરૂદ્ધ ગીતિકાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવા, પૂરાવાઓ નાશ કરવા અને કાવતરૂ રચવા સહિતના આરોપો દાખલ કરવામાં આવ્યાં છે. ચાર્જશીટમાં પોલીસે સ્ત્રી રોગ નિષ્ણાંતની એ રિપોર્ટને જોડી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ગીતિકા શર્માનો ગર્ભપાત કરવામાં આવ્યો હતો.

દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે કાંડાની વિરૂદ્ધ 80 ટકા તપાસ પુરી થઇ ગઇ છે. પોલીસને કેટલાક દ્રઢ પુરાવા મળી આવ્યાં છે. જોકે દિલ્હી પોલીસે કોર્ટમાં દાખલ કરેલા તપાસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગીતિકાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મીડિયાને કોણે લીક કરી તે અંગે જાણવા મળ્યું નથી. દિલ્હી પોલીસના ડીસીપી (નોર્થ વેસ્ટ)એ કોર્ટના આદેશ પર એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડી કે જાંગલાની કોર્ટમાં આ રિપોર્ટ રજૂ કર્યો હતો.

પોલીસ પાસે પુરાવારૂપે ગીતિકાની બે પેઇજની સુસાઇડ નોટ છે. આ સિવાય કાંડા અને અરૂણા ચડ્ડાએ બે વખત દૂબઈ યાત્રા એક સાથે કરી હતી તે મુખ્ય પુરાવો છે. આ દરમિયાન ત્યાં હતી. ગીતિકાને અલબશીરના નામે બનાવટી આઇડીથી મોકલવામાં આવેલા ઇમેલ અને કંપનીની હાર્ડડિસ્ક મુખ્ય પુરાવા છે.

ઉલ્લેખનીય છે કે 4 ઓગષ્ટના રોજ એરહોસ્ટેસ ગીતિકા શર્માએ દિલ્હીના અશોક વિહાર સ્થિત પોતાના ઘરે પંખા પર લટકીને આત્મહત્યા કરી હતી. પોલીસને ઘટનાસ્થળેથી બે પેજની સુસાઇટ નોટ મળી હતી. આ સુસાઇડ નોટમાં ગીતિકાએ પોતાની મોત માટે એમડીએલઆરના માલિક ગોપાલ કાંડા અને મેનેજર અરૂણા ચડ્ડાને જવાબદાર ગણાવ્યા છે.

English summary
Former Haryana minister Gopal Kanda and his aide Aruna Chaddha have been cornered by Delhi police who slapped their charge-sheets regarding Geetika Sharma suicide case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X