શ્રીલંકામાં તમિળોને ન્યાય અપાવવા સરકાર પ્રતિબદ્ધ: ખુર્શિદ

ખુર્શિદે વધુમાં કહ્યું કે, જ્યારે પણ શ્રીલંકા સાથે બેઠક થાય છે ત્યારે ભારત દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવે છે. ' શ્રીલંકા સાથેની દરેક બેઠકમાં અમે એ પ્રશ્ન ઉઠાવીએ છીએ કે અંદરની તરફથી જવાબદારી જાળવવામાં આવે તે જરૂરી છે. અમે સમૃદ્ધ અને એકજૂટ શ્રીલંકા ઇચ્છીએ છીએ.' તેમ ખુર્શિદ દ્વારા રાજ્યસભામાં કહેવામાં આવ્યું છે.
'જે લોકો શ્રીલંકામાં હજુ પર સંઘર્ષનો સામનો કરી રહ્યાં છે તેમને સંતોષ પહોંચે તે રીતે આ મુદ્દાનું સ્થાયી નિરાકરણ લાવવામાં આવે તેમ અમે ઇચ્છીએ છીએ,' તેમ ખુર્શિદે ઉમેર્યું છે.
શ્રીલંકન સરકાર દ્વારા એલટીટીઇ સામે જે વોર ક્રાઇમ શરૂ કરવામાં આવ્યું તેને લઇને એઆઇએડીએમકે દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો તેને લઇને ભારત સરકાર દબાણ હેઠળ આવી ગઇ છે. એઆઇડીએડીએમકે દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે ભારત સરકાર દ્વારા શ્રીલંકામાં તણાવનો સામનો કરી રહેલા તમિળો માટે કંઇ જ યોગ્યતા ભર્યું પગલું ભરવામાં આવ્યું નથી.












Click it and Unblock the Notifications
