For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્ર સરકાર માંડ ઓક્ટોબર સુધી રહેશે: સમાજવાદી પાર્ટી

|
Google Oneindia Gujarati News

naresh agrawal
નવી દિલ્હી, 2 મે: નાણા વિધેયક 2013 રજૂ કર્યા બાદ રાજ્યસભામાં સપા નેતા નરેશ અગ્રવાલે જણાવ્યું કે 'હું નથી વિચારતો કે આ સરકાર ઓક્ટોબરથી વધારે સમય સુધી ટકી શકે, ચૂંટણી જલદી શરૂ થવાની શક્યાતા છે.'

યુપીએ સરકારને બહારથી સમર્થન આપનાર અને સંકટપૂર્ણ સ્થિતિથી ઉગારી લેવાનાર સપાએ ચીન દ્વારા ભારતીય વિસ્તારના અતિક્રમણ પર ચુપ્પી સાધી રાખવા માટે પ્રધાનમંત્રીને ખરી ખોટી સંભળાવી. તેમણે જણાવ્યું કે 'પ્રધાનમંત્રીએ આ મુદ્દે કંઇકતો કહેવું જોઇતુ હતું. ભારત નબળું નથી, જો આપણે વિશ્વ સમુદાયની સામે આની નબળી છબી રજૂ કરી તો તે આપણા સૌવની માટે ખૂબ જ ખરાબ હશે.'

તો પણ તેમણે જણાવ્યું કે સપા નાણા વિધેયકનું સમર્થન કરશે. સાથે સાથે તેમણે ઉત્તર પ્રદેશ માટે વિશેષ નાણાકીય પેકેજની પણ માંગ કરી. તેમણે જણાવ્યું કે 'ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ આ સિલસિલામાં ઘણી વખત મળી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશને વિશેષ અનુદાન અવશ્ય મળવું જોઇએ.'

English summary
Govt may not last beyond October: Samajwadi Party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X