For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે તમારા ફોન કોલ્સને સાંભળશે સરકાર, ઇ-મેલ પર પણ રહેશે નજર!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mobile
નવી દિલ્હી, 21 જૂન: રિપોર્ટ અનુસાર હવે સુરક્ષા એજન્સીઓ તમારા ફોન કોલ્સની સાથે સાથે ઇમેલ પર પણ નજર રાખશે. ભારતે વ્યાપક સ્તર પર મોનીટરીંગ કાર્યક્રમ લોન્ચ કર્યો છે. રિપોર્ટ અનુસાર આ કાર્યક્રમ અંતર્ગત સુરક્ષા એજન્સીઓ અને ઇન્કમ ટેક્ષ વિભાગ પણ કોઇ પણ કોર્ટના આદેશથી તમારા ઇમેલ અને ફોન કોલ્સને ટેપ કરી શકે છે.

આ નવી સિસ્ટમ હેઠળ સરકાર ફોન પર વાતચીત સાંભળશે. ઇમેલ અને મેસેજિસ વાંચી શકશે. સાથે જ ફેસબુક-ટ્વિટર કે અન્ય સોશિયલ સાઇટ્સ પર કરવામાં આવેલી પોસ્ટ પર પણ નજર રાખશે. સાથે જ તમારા ગૂગલ પર શુ અને ક્યારે કયા વિષય પર સર્ચ કરવામાં આવ્યું છે તેના પર પણ ધ્યાન રાખશે.

સરકારનો આ મુદ્દે તર્ક છે કે આ મોનીટરીંગ સિસ્ટમથી રાષ્ટ્રીય સુરક્ષાને પહેલાં કરતાં વધુ મજબૂતી મળશે. તો પ્રાયવેસીની વકિલાત કરનાર આ સિસ્ટમનો વિરોધ કરી રહ્યાં છે. સૂત્રોના હવાલેથી કહેવામાં આવી રહ્યું છે કે જાણકારો વચ્ચે એવા પ્રશ્નો ઉદભવી રહ્યાં છે કે જો ભારત અધિકારવાદી દેશ તરીકે સામે આવવા માંગે છે તો તેને આ પારદર્શિતા વર્તવી જોઇએ કે કયો ડેટા મેળવવા માટે કોણ અધિકૃત છે. કયો ડેટા લેવામાં આવશે, તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે અને પ્રાઇવેસીની રક્ષા કેવી રીતે કરવામાં આવશે.

સેન્ટ્રલ મોનીટરીંગ સિસ્ટમ (સીએમએસ)ની જાહેરાત 2011માં કરવામાં આવી હતી. આ સિસ્ટમથી દેશના 90 કરોડ લેંડલાઇન તથા મોબાઇલ ફોન યૂજર્સ તથા એક કરોડ 20 લાખ ઇન્ટરનેટ યૂજર્સમાંથી કોઇને પણ ટાર્ગેટ બનાવી શકાય છે. જ્યારે આ મુદ્દે સરકાર પણ કંઇ કહેવા માટે તૈયાર નથી.

English summary
A report claimed on Thursday that India has put in place an elaborate surveillance system that would allow the government and its various agencies and departments, including income tax officials, to tap e-mails and phone calls of unsuspecting individuals.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X