For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારી લોકપાલ જનતાની મજાક છે: કેજરીવાલ

|
Google Oneindia Gujarati News

arvind kejriwal
નવી દિલ્હી, 31 જાન્યુઆરી: આજે કેબિનેટ બેઠકમાં મંજૂર કરવામાં આવેલા લોકપાલ બિલ અંગે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના પૂર્વ કાર્યકર્તા અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે આ જનતા સાથે કરવામાં આવેલી મજાક છે. આ બિલમાં જે જોગવાઇઓ કરવામાં આવેલી છે તેનાથી ભ્રષ્ટાચાર થંભવાના કોઇ આસાર નથી. કેજરીવાલનું કહેવું છે કે સરકારે ઓગષ્ટ 2011માં જે વચન જનતાને આપ્યા હતા, આ બિલને બનાવવામાં એ વાતોનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. એવામાં આ માત્ર એક કાગળનું ડૂચો બનીને રહી જશે.

કેજરીવાલનું કહેવું છે કે આ સરકારી લોકપાલ બિલ એવું હશે જેની પાસે તપાસનો કોઇ અધિકાર નહી હોય. બિલમાં રાજ્યોમાં લોકપાલની નિયુક્તિ, સિટિજન ચાર્ટર, અને નોકરશાહીને લોકપાલ હેઠળ લાવવા માટે કઇપણ નથી કહેવામાં આવ્યું. આ બિલમાં એવું પણ આયોજન છે કે કોઇ ભ્રષ્ટ કર્મચારીની સામે એફઆઇઆર દાખલ કરતા પહેલા તેને કારણ બતાવ નોટિસ મોકલવામાં આવશે.

કેજરીવાલે જણાવ્યું કે સત્ય તો એ છે કે સરકારની કોઇ ઇચ્છા જ ન્હોતી કે મજબૂત લોકપાલ બિલ બને. કારણ કે સરકારને ખબર છે કે જો મજબૂત લોકપાલ બિલ આવી જશે તો તેમના અડધાથી વધારે મંત્રીઓ જેલભેગા થશે.

કેજરીવાલે સરકારને ભ્રષ્ટાચારીઓને સમર્થન કરનાર જણાવ્યા છે. તેમણે જણાવ્યું કે સરકારે સીબીઆઇને સ્વતંત્રતા આપવી જોઇએ જેથી આ ઠીક રીતે કાર્ય કરી શકે. તેમણે પ્રધાનમંત્રી મનમોહનસિંહ અંગે જણાવ્યું છે કે તેમણે મજબૂત લોકપાલ બનાવવો જોઇએ અથવા તો તેઓ માત્ર ઇતિહાસનો એક અંશ બનીને રહી જશે.

જ્યારે સરકારનું કહેવું છે કે આગામી બજેટ સત્રમાં તે આ બિલને રાજ્યસભામાં પસાર કરશે. જાણકારોનું કહેવું છે કે સરકાર આનાથી માત્ર પોતાની જવાબદારી પૂરી કરવા માંગે છે.

English summary
Former activist of India Against Corruption, Arvind kejriwal said government's Lokpal bill is not able to prevent corruption.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X