For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શુ અલ્પેશ ઠાકોર ભાજપ જોઈન કરશે? નીતિન પટેલને મળ્યા

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસથી રાજીનામુ આપી ચૂકેલા અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવવાની અટકળો ઝડપી થઇ ચુકી છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસથી રાજીનામુ આપી ચૂકેલા અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવવાની અટકળો ઝડપી થઇ ચુકી છે. તેમને ગુજરાત ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સાથે મુલાકાત કરી છે, જ્યાં બંને વચ્ચે લગભગ 1 કલાક સુધી વાતચીત ચાલી હતી. કેટલાક સૂત્રો અનુસાર રાજ્ય ,મંત્રીમંડળમાં થતા વિસ્તારમાં અલ્પેશ ઠાકોરને જગ્યા મળી શકે છે. અલ્પેશ અને તેમના બે સાથી ભરત ઠાકોર અને ધવલસિંહ ઝાલા ખુબ જ જલ્દી ભાજપમાં એન્ટ્રી કરી શકે છે.

Alpesh Thakor

હજુ વિધાયક છે અલ્પેશ ઠાકોર

આપને જણાવી દઈએ કે અલ્પેશ ઠાકોર હાલના સમયમાં ગુજરાત વિધાનસભાના સદસ્ય છે અને ઠાકોર સેના સંગઠનના સિનિયર લીડર છે. તેઓ કોંગ્રેસ તરફથી રાધનપુર વિધાયક રહ્યા છે પરંતુ અનબન થયા પછી અલ્પેશ ઠાકોર અને તેમના બે સાથીઓએ કોંગ્રેસ છોડી દીધી. અલ્પેશ ઠાકોરનું વિધાયક પદ સમાપ્ત કરવા માટે ગુજરાત કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને પ્રપોઝલ મોકલ્યું હતું, પરંતુ પ્રપોઝલમાં ખામીઓને કારણે અલ્પેશ ઠાકોરને વિધાયક પદથી બહાર નહીં કરી શકાયા.

આ પણ વાંચો: પીએમ મોદીનું આ સ્વપ્ન 8 વર્ષથી અધૂરું છે, શું આ વખતે પૂરું થશે

આ પહેલા લોકસભા ચૂંટણી દરમિયાન અલ્પેશ ઠાકોર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા હતા. ગુજરાત કેબિનેટના વિસ્તાર સમયે ગુજરાત ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે અલ્પેશ ઠાકોરને કેબિનેટમાં જોડાવવાનો આગ્રહ કર્યો હતો. પરંતુ રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા પછી તેમને ભાજપમાં જોડાવવાની ના પાડી દીધી હતી. હવે અલ્પેશ ઠાકોર ફરીથી નીતિન પટેલને મળ્યા છે.

આ પણ વાંચો: સુરત આગ: લોકોને મળવા પહોંચ્યા હાર્દિક, થપ્પડ મારવાનો પ્રયાસ

English summary
Gujarat Politics: Alpesh Thakor meet Nitin patel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X