For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત આગ: લોકોને મળવા પહોંચ્યા હાર્દિક, થપ્પડ મારવાનો પ્રયાસ

સુરતના તક્ષશીલા કોચિંગ સેન્ટરમાં લાગેલી આગમાં 23 વિદ્યાર્થીઓની મોતને કારણે લોકોમાં ગુસ્સો છે. આ બાબતમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ રવિવારે સુરત પહોંચ્યા અને ઘટનાસ્થળની મુલાકાત લીધી.

|
Google Oneindia Gujarati News

સુરતના તક્ષશીલા કોચિંગ સેન્ટરમાં લાગેલી આગમાં 23 વિદ્યાર્થીઓની મોતને કારણે લોકોમાં ગુસ્સો છે. આ બાબતમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ રવિવારે સુરત પહોંચ્યા અને ઘટનાસ્થળની મુલાકાત લીધી. તેઓએ મહાનગર પાલિકા, ફાયર વિભાગ સહિત ભાજપ સરકાર પર આરોપ લગાવતા મેયરના રાજીનામાની માંગ કરી. આ દરમિયાન, ધરના પર બેઠેલા લોકોને મળવા ગયેલા હાર્દિક પટેલને થપ્પડ મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, પોલીસકર્મીઓએ તેમને બચાવી લીધા હતા.

આ પણ વાંચો: સુરત આગ: ગુજરાતમાં તમામ ટ્યુશન બિલ્ડિંગોમાં ફાયર સલામતી તપાસનો આદેશ

દુર્ઘટનાના બે દિવસ પછી પણ કાર્યવાહી થઇ નથી: હાર્દિક પટેલ

દુર્ઘટનાના બે દિવસ પછી પણ કાર્યવાહી થઇ નથી: હાર્દિક પટેલ

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે કહ્યું હતું કે, "મને વિશ્વાસ હતો કે સરકાર દુર્ઘટનાનો ભોગ બનેલા બાળકોને ન્યાય અપાવશે. પરંતુ દુર્ઘટનાના બે દિવસ પછી પણ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. એટલા માટે હું મેયર સહિતના જવાબદાર અધિકારીઓના રાજીનામાની માંગ કરું છું. જો માંગ સ્વીકારવામાં નહીં આવે, તો હું પણ કાલથી ધરના પર બેસીશ.'

શું હતી બાબત

શું હતી બાબત

જણાવી દઈએ કે શુક્રવારે સુરતના એક કોમ્પ્લેક્ષમાં આગ લાગી હતી. ત્યાં ચોથા માળે કોચિંગ ક્લાસ ચાલી રહ્યો હતો. આ આગ લગભગ બપોરના 3.30 વાગ્યે લાગી હતી. તે સમયે કોચિંગમાં 40 બાળકો હતા. પ્રારંભિક તપાસમાં, આગનું કારણ શોર્ટ સર્કિટનું આવી રહ્યું હતું. પછીથી, આગ બૅનરમાં લાગી અને બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ, અને આગાએ વિકરાળ રૂપ લઇ લીધું. આ ઘટનામાં 23 લોકોના મોત થયા છે. સરકારે તપાસ શરુ કરી છે. મુખ્યમંત્રી રૂપાણીએ 4-4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

આ મોટા શહેરોમાં થઇ રહી છે ફાયર સેફટીની તપાસ

આ મોટા શહેરોમાં થઇ રહી છે ફાયર સેફટીની તપાસ

ગુજરાતના મોટા શહેરો જેવા કે સુરત, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા અને જુનાગઢ જેવા મુખ્ય શહેરોમાં પ્રતિબંધિત આદેશ આપવામાં આવ્યા છે. સરકારે સરકારી અને ખાનગી શાળાઓમાં આગ સલામતીની તપાસ શરૂ કરી દીધી છે.

English summary
Surat Fire: Hardik Patel demands resignation of mayor
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X