For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાટીદારોમાં હાર્દિક પટેલનો વિરોધ ભાજપને નુકસાન કરશે !!

પાટીદારોમાં હાર્દિક પટેલનો વિરોધ ભાજપને નુકસાન કરશે !!

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ના પડઘમ વાગવાની શરૂઆત પહેલાં જ કાયમની માફક કોંગ્રેસમાંથી ભાજપમાં આયારામ ગયારામ શરૂ થઇ ગયું છે. કોંગ્રેસના વરસો જૂના વફાદાર કહેવાતા નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. તો, બીજી તરફ કોંગ્રેસ નેતાગણ કોઈ પણ આધુનિક સુધારા માટે વિચારતા નથી. કોંગ્રેસ પાસે કોઇ વિઝન કે લોકો સુધી જવા વિશ્વસનિય અને સ્વિકૃત ચહેરો મુકવા ચિંતન કરતું નથી..! જોકે નરેન્દ્ર મોદીનું સ્વપ્ન કોંગ્રેસમુક્ત ભારત કરવાનું છે અને તેના કારણે રાજ્ય ભાજપ નેતાગણ દરેક પ્રકારની નીતિ અપનાવી રહ્યો છે. કોંગ્રેસના મોટા ગજાના નેતાઓને ખેરવી પાડવામાં સફળતા મળી છે. નરહરિ અમીનથી લઈને હાર્દિક પટેલને ખેરવીને ભાજપના ખેસ પહેરાવી દીધા અને તેમના સમર્થકોને થાળે પાડી દેવામાં ભાજપ સફળ થયુ છે.

hardik patel

હાર્દિક પટેલના પક્ષપલટા બાદ રાજ્યભરમાં તેની સામે આક્રોશ સાથે ભારે વિરોધ શરૂ થયો છે‌. સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. બીજી તરફ હાર્દિકના ભાજપ પ્રવેશ બાદ પાટીદાર આંદોલન સમય દરમ્યાન કરેલા નિવેદનો તથા પત્રકારો સાથે કરેલા ઈન્ટરવ્યુ જે તે સમયના વિડિયો થઈ રહ્યા છે જેમાં તેણે સત્તાધારી ભાજપ સરકારના નેતાઓ અને ભાજપ નેતાઓની આકરી ભાષામાં ટીકાઓ કરેલ તેવા વિડીયો અને તેમાં પણ જેને જનરલ ડાયર કહ્યા હતા તે વીડિયો હોશિયાર મીડીયા પર મોટા પ્રમાણમા વાયરલ થઈ રહ્યા છે. હાર્દિક પટેલના સોશિયલ મિડિયા પેજ પર ટિકા ટિપ્પણીનો વરસાદ થાય છે. આમ પ્રજા અને ભાજપ કોંગ્રેસના સમર્થકો તેના પર સોશિયલ મિડિયા મારફતે માછલાં ધોઇ રહ્યા છે. કાર્યકરો અને નેતાઓ પણ ચર્ચા કરે છે કે દેશદ્રોહી કહેનાર આને કેસ કરનાર ભાજપાએ ક્યાં સ્વાર્થને લઈને હાર્દિક ને પક્ષમા લીધો છે....?જેને પોતાના પાટીદાર સમાજને દગો દીધો છે તેનો ભરોસો કેમ થઈ શકે...? તેણે તો 14 પાટીદાર યુવાનોની લાશોનો સોદો કર્યો છે.અને આવી અનેકવિધ કોમેન્ટોનો મારો ચાલી રહ્યો છે જે આવનાર સમયમાં ભાજપ માટે જોખમરૂપ તો નહીં બનેને....?!

English summary
hardik patel outrage in patidar community will defect to bjp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X