For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: હાર્દિક પટેલે વીરમગામની એ સીટ જીતવી પડશે જ્યાં ભાજપ 10 વર્ષથી હારી રહી છે

ભાજપે વિધાનસભા ચૂંટણી માટે આજે જાહેર કરેલી 160 ઉમેદવારોની પોતાની પ્રથમ યાદીમાં હાર્દિક પટેલને વીરમગામથી મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક છેલ્લા 10 વર્ષોથી ભાજપ હારી રહી છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Election: ભાજપે વિધાનસભા ચૂંટણી માટે આજે જાહેર કરેલી 160 ઉમેદવારોની પોતાની પ્રથમ યાદીમાં હાર્દિક પટેલને વીરમગામથી મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક છેલ્લા 10 વર્ષોથી ભાજપ હારી રહી છે. આ બેઠક જીતી બતાવવાની મોટી જવાબદારી હાર્દિક પટેલનો સોંપવામાં આવી છે. નોંધનીય છે કે પાટીદાર આંદોલનમાંથી ઉભરેલા યુવા નેતા હાર્દિક પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા એ વખતે તેમણે પોતાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો નાનો સૈનિક ગણાવ્યો હતો.

hardik patel

ભાજપે આ નાના સૈનિકને 10 વર્ષથી જે બેઠક પર હારનો સામનો કરી રહેલ વીરમગામ જેવી મહત્વની સીટ જીતવાની જવાબદારી આપી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણી ભાજપે ડૉ. તેજશ્રીબેન દિલીપકુમાર પટેલને મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ તેમને કોંગ્રેસ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ લાખાભાઈ ભીખાભાઈ સામે છ હજાર મતોથી હારી ગયા હતા. આ પહેલા વર્ષ 2012માં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રાગજીભાઈ નારણભાઈ પટેલને ટિકિટ આપી હતી પરંતુ તે પણ હારી ગયા હતા.

તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે 182 વિધાનસભા બેઠકોમાંથી 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 69 ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા છે અને 14 મહિલા ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યુ છે. આજે 160 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં 89 બેઠકોની ચૂંટણી માટે 84 ઉમેદવારો અને 5 ડિસેમ્બરે બીજા તબક્કામાં 93 બેઠકોની ચૂંટણી માટે 76 ઉમેદવારોના નામો જાહેર કર્યા છે. આ યાદીમાં 69 સીટિંગ એમએલએનો સમાવેશ થાય છે. વળી, 14 મહિલાઓ, 13 અનુસૂચિત જાતિ અને 24 અનુસૂચિત જનજાતિનો સમાવેશ થાય છે.

English summary
Gujarat Election: Hardik Patel will contest the election from the seat that BJP has been losing for 10 years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X