For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીનું આ સ્વપ્ન 8 વર્ષથી અધૂરું છે, શું આ વખતે પૂરું થશે

વર્ષ 2019 માં લોકસભાની ચૂંટણીઓની ચૂંટણીમાં ભારે જીત મેળવ્યા પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રમાં ફરી એક વખત તેમની શક્તિશાળી સરકાર રચશે.

|
Google Oneindia Gujarati News

વર્ષ 2019 માં લોકસભાની ચૂંટણીઓની ચૂંટણીમાં ભારે જીત મેળવ્યા પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રમાં ફરી એક વખત તેમની શક્તિશાળી સરકાર રચશે. 30 મી મેના રોજ કેન્દ્રમાં એનડીએની સરકાર બનશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. આ જીતથી, મોદી વિશ્વના તાકાતવર નેતાઓમાંના એક છે. નરેન્દ્ર મોદીએ ભલે લોકસભાની ચૂંટણી જબરદસ્ત રીતે જીતી ગયા હોય, પરંતુ તમે જાણીને આશ્ચર્ય પામશો કે છેલ્લા 8 વર્ષથી વડા પ્રધાન મોદીનું સ્વપ્ન અધૂરું છે. પીએમ આ સ્વપ્નને પૂર્ણ કરવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે, પરંતુ આઠ વર્ષથી આ સ્વપ્ન હજુ પણ અધૂરું છે.

આ પણ વાંચો: ભાજપે કાપી હતી 120 સાંસદોની ટિકિટ, કેટલા નવા ચહેરો પહોંચ્યા સંસદમાં?

8 વર્ષથી મોદીનું સ્વપ્ન અધૂરું

8 વર્ષથી મોદીનું સ્વપ્ન અધૂરું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૌથી શક્તિશાળી નેતા છે. વડાપ્રધાન રહ્યા છે અને ફરી એકવાર વડાપ્રધાન બનશે, પરંતુ વડાપ્રધાન મોદીનું મોટું સ્વપ્ન આજ સુધી પૂરું થયું નથી. તે જાણવું ખૂબ રસપ્રદ છે કે મોદીનું આ સ્વપ્ન શું છે, જેને તેઓ પૂરું કરી શકતા નથી. ખરેખર, વડાપ્રધાન મોદીએ આઠ વર્ષ પહેલાં અમદાવાદ નજીક નવી ફાઇનાન્શિયલ સીટી સ્થાપવાનું સ્વપ્ન જોયું હતું. આ ફાઇનાન્શિયલ સીટીમાં તમામ સુવિધાઓ હશે.

10 લાખ લોકોને રોજગાર મળશે

10 લાખ લોકોને રોજગાર મળશે

વડા પ્રધાન મોદીની આ ડ્રિમ સિટીમાં 10 લાખ લોકોને રોજગાર મળશે. આ સ્વપ્ન 2011 માં જોયું જયારે તેમણે ગુજરાતમાં સિંગાપુર અને દુબઈ જેવા ફાઇનાન્શિયલ હબ બનાવવા માટે પાયો નાખ્યો હતો. આ ફાઇનાન્શિયલ સીટીમાં 100 થી વધુ ઊંચી ઇમારતો, આઇટી હબ, બેંકો અને ઘણી સુવિધાઓ હશે. આ હબનું નામ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી આપવામાં આવશે, પરંતુ તમામ પ્રયાસો કર્યા હોવા છતાં, આ પ્રોજેક્ટ હજુ પણ અધૂરો છે.

મોદીનું સ્વપ્ન કેમ અધૂરું છે

મોદીનું સ્વપ્ન કેમ અધૂરું છે

મોદીના આ ડ્રિમ સીટી માટે ટેક્સ અને નિયમનકારીને સંબંધિત ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું હતું. બેંકો અને મોટી ફાઇનાન્સ કંપનીઓને અહીં રોકાણ કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ ઘણા પ્રયત્નો કર્યા હોવા છતાં આ પ્રોજેક્ટ હજી સુધી પૂર્ણ થયો નથી. આ ડ્રિમ પ્રોજેક્ટ હેઠળ, 6.2 કરોડ ચોરસ ફૂટ ક્ષેત્રફળમાં વસવાનું હતું, પરંતુ અત્યાર સુધીમાં તેના 30 લાખ ચોરસ ફૂટ ક્ષેત્રફળમાં જ ડેવલોપ થઇ શક્યુ છે. અહીં પડકાર નાણાકીય રોકાણને લઈને આવી રહ્યો છે. જો કે એવી આશા છે કે તેમના આ કાર્યકાળ દરમિયાન વડા પ્રધાન મોદી આ અધૂરા સ્વપ્નને પૂરું કરી શકશે.

English summary
PM Modi dream is incomplete form last 8 years, Soon it will be complete
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X