• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતે નર્મદા પ્રોજેક્ટથી સિંચાઇના લાભ માટે કેન્દ્રની સહાય માંગી

|

નવી દિલ્હી, 16 જાન્યુઆરી : ગુજરાતના નાણા મંત્રી નીતિનભાઇ પટેલ આજે નવી દિલ્હીમાં મળેલી અંદાજપત્ર પૂર્વેની રાજ્યના નાણામંત્રીઓની મહત્વની બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં તેમણે કેન્દ્ર સરકાર સમક્ષ દુષ્કાળ આધારિત વિસ્તારોમાં ચાલતા કાર્યક્રમો (DPAP)ની સાથે ડેઝર્ટ ડેવલપમેન્ટ કાર્યક્રમમાં કેન્દ્રની સહાય વધારીને 90 ટકા કરવા માટે વિનંતી કરી હતી. ઉપરાંત આ તમામ પ્રોજેક્ટ્સ ઝડપી સિંચાઈ લાભ યોજના (AIBP) હેઠળ વિસ્તારવા પણ જણાવ્યું હતું. તેમણે એ પણ સૂચવ્યું હતું કે કેન્દ્રિય પુરસ્કૃત યોજનાઓ માટેના ભંડોળની આયોજનને પાંચ વર્ષના સમયગાળાને માટે રાજ્યને ગેરલાભ થાય તે મુજબ બદલવું જોઇએ નહીં.

તેમણે જણાવ્યું હતું કે વર્તમાન આર્થિક પરિસ્થિતિમાં સતત વિકાસ માટે એક મજબૂત દ્રષ્ટિકોણની જરૂર છે. રાજ્યોની નાણાકીય સ્વનિર્ભરતા મજબૂત કરવાની જરૂર છે કે જેથી તેઓ ભારતના જીડીપીમાં ફાળો આપવાનું ચાલુ રાખી શકે.

કેન્દ્રીય નાણામંત્રી પી ચિદ્મ્બરમ દ્વારા યોજવામાં આવેલી બજેટ પૂર્વેની બેઠકમાં બોલતા પટેલે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દુકાળ શક્યતા વિસ્તાર (DPAP)માં 90%ની, ડેઝર્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (DDP)અંતર્ગત આવતા વિસ્તારોમાં માત્ર 25% સહાય પૂરી પાડે છે. ગુજરાત અને રાજસ્થાનમાં કેટલાક વિસ્તારો એવા છે જે DPAP અને DDP બંને વિસ્તારો હેઠળ આવે છે. આમ છતાં તેમને AIBP હેઠળ આવરી નહીં લેવાયા હોવાથી ગુજરાત સરકારને AIBP યોજના હેઠળ જરૂરી લાભ મળી ​​રહ્યો નથી. આવા વિસ્તારોમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે. આ મુદ્દાનો ઉકેલ આવવો જોઇએ અને DDP હેઠળ આવતા વિસ્તારોને પણ 90 ટકા કેન્દ્રીય સહાય મળવાપાત્ર થવી જોઇએ.

ગુજરાતે નર્મદા પ્રોજેક્ટ એટલે કે સરદાર સરોવર ડેમ અને તેની સંકળાયેલ નહેર સિસ્ટમ બાંધવા આંતરતટ પ્રદેશમાં પાણી ટ્રાન્સફર કરવામાં હરણફાળ ભરી છે. આયોજન પંચ દ્વારા તાજેતરમાં પ્રોજેક્ટની કિંમત સુધારીને Rs.39, 240 કરોડના સ્તરે લાવવામાં આવી છે. આ પ્રોજેક્ટ પૂરો થવાની સાથે, દુકાળ સંભવિત વિસ્તારોના વધારાની 12.96 લાખ હેકટર જમીનને સિંચાઇનો લાભ મળવાની સંભાવના છે. રાજ્ય સરકાર આ કાર્યક્રમ માટે કેન્દ્ર સરકાર સમક્ષ નાણાકીય સહાય મેળવવાની વિનંતી કરી છે.

પટેલ જણાવ્યું હતું કે ગુજરાત પરોક્ષ કર સિસ્ટમને આવકારે છે. જેથી કર સંગ્રહ વ્યવહારુ બને. અને દેશની આર્થિક સ્થિતિને મજબૂત બનાવે. પરંતુ GSTને કારણે રાજ્યોને આવકમાં નુકશાન થાય તેને કેન્દ્ર સરકારે ભરી આપવું જોઇએ. આ માટે કેન્દ્ર સરકારે CST દ્વારા તે પરત મેળવવાની વ્યવસ્થા ગોઠવવી જોઇએ.

નીતિન પટેલે એમ પણ જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાતને કારણે ભારત અને વિદેશમાંથી રોકાણો આકર્ષાયું છે. ભારત સરકારે યોગ્ય GST ડિઝાઈન કરવો જોઇએ જેથી વિકાસને પ્રોત્સાહન મળે અને દેશના જીડીપીના વૃદ્ધિ માટે રાજ્યો સરળતાથી ફાળો આપી શકે.

તેમણે જહાજ તોડવા માટે લાગતી કસ્ટમ ડ્યુટી 5 ટકાથી ઘટાડી 0 ટકા કરવા ભાર મૂક્યો હતો. ગુજરાતના નાણા પ્રધાને ભારપૂર્વક માગણી કરી હતી કે ભારત સરકાર જહાજો આયાત કરવા પર કસ્ટમ ડ્યુટી છૂટછાટ આપવા પર ધ્યાન આપે અને આયાત કરાતા ભંગાર ઉપર પણ તે અમલી બનાવે.

શિક્ષણ અધિકાર અધિનિયમને ગુજરાતમાં અમલી બનાવવા માટે અંદાજે રૂપિયા 6,333 કરોડની જરૂર છે. દર વર્ષે જોઇતા રૂપિયા 1300 કરોડની સાતે કેન્દ્ર સરકાર ઉપરની રકમ પણ રાજ્યને આપે. આ ઉપરાંત રાજ્યોની તિજોરી પર વધારાનો બોજ મૂકે નહીં. એવી જ રીતે ફૂડ એક્ટની અમલીકરણની પર્યાપ્ત જોગવાઈ માટે યુનિયન બજેટમાં વિશેષ ફાળવણી કરવામાં આવવી જોઈએ. જેથી રાજ્યો ખોરાક સહાયકીના વધારાના બોજને સહન કરી શકે. આ બેઠકમાં વરેશ સિંહા, અધિક મુખ્ય સચિવ (ફાયનાન્સ)એ પણ ભાગ લીધો હતો.

English summary
Gujarat seeks Central assistance for irrigation benefit of Narmada project.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more