જાણો ડેરા સચ્ચા સૌદામાંથી પોલીસ તપાસમાં શું મળ્યું?

Written By:
Subscribe to Oneindia News

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે ડેરા સચ્ચા સૌદાની તલાશીનો આદેશ આપ્યા પછી ત્યાંથી 1 રૂપિયા અને 10 રૂપિયાના રામ રહીમ ડેરાના સિક્કા મળી આવ્યા છે. જેની પર ઘન ઘન સતગુરુ તેરા હી આસરા અને ડેરા સચ્ચા સૌદૈ લખ્યું છે. વધુમાં 10 સપ્ટેમ્બર સુધી તમામ ઇન્ટરનેટ, મોબાઇલ અને એસએમએસ સેવાઓ આ વિસ્તારની બંધ કરવામાં આવી છે. નોંધનીય છે કે આ તલાશીમાં મોટા પ્રમાણમાં નાણાં પણ મળી આવ્યા છે. વધુમાં આ તપાસ કરનાર અધિકારી સતીશ મહેરાએ પ્રેસને જણાવ્યું છે કે ફોરેન્સિક ટીમને આ તપાસ માટે બોલવવામાં આવી છે. અને તેમણે ડેરાના તમામ કોમ્પ્યૂટર, હાર્ડ ડિસ્ક, લેપટોગ સીઝ કરાવીને તેની તપાસ શરૂ કરી છે.

સિરસા

સાથે જ તેના હેડક્વાટરથી લેબલ વગરની અનેક દવાઓ મોટી સંખ્યામાં મળી આવી છે. સાથે લક્ઝરી કાર પર ત્યાંથી મળી છે. નોંધનીય છે કે ડેરા સચ્ચા સૌદામાં 700 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. અને હાલ અર્ધસૈનિક દળો અને સેનાની 4-4 કંપનીઓ તેમાં હાજર છે. ડેરામાં 6 જેસીબી પણ મંગાવવામાં આવ્યા છે. અને નવ ડોગ સ્કોર્ડ પણ તપાસમાં લાગેલા છે. ત્યારે નિવૃત્ત જજ કે.એસ પવારની હાજરીમાં આ તમામ તપાસ થઇ રહી છે.

English summary
Haryana: Found in markets near Dera Sacha Sauda's Headquarter in Sirsa-"Gurmeet Ram Rahim's plastic currency"
Please Wait while comments are loading...