
અડધુ ભારત દુષ્કાળની ઝપેટમાં, જળાશયો-તળાવો સુકાયા, પીવાના પાણીની તંગી
હવામાન વિભાગના તાજા આંકડા સામે આવ્યા બાદ દેશમાં દુષ્કાળને લઈ ચોંકાવનારા ખુલાસા થયા છે. આંકડા પ્રમાણે અડધા ઉપરાતં દેશના મોટા ભાગના વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ છે. જેને કારણે લાખો લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. જે રીતે નદીઓનું પાણી સુકાઈ રહ્યું છે, ગ્રાઉન્ડ વોટર લેવલ ઘટી રહ્યું છે, ચોમાસુ સમય પર નથી આવી રહ્યું તેને કારણે પરિસ્થિતિ ચિંતા જનક બની રહી છે. દુષ્કાળને કારણએ પીવાના પાણી માટે લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. કૃષિ વિભાગ પ્રમાણે ખરાબ ચોમાસાને કારણે ઉનાળામાં થતા પાક પર પણ મોટી અસર પડી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં જળસંકટ: જે પાણી પશુ પીવે છે, તે પીવા માટે મજબુર

અડધાથી વધુ દેશમાં દુષ્કાળ
હવામાન વિભાગના કહેવા પ્રમાણે 22 જૂન સુધી 39 ટકા વરસાદની ઘટ છે. જો કે પાછલા કેટલાક દિવસોમાં વરસાદ પડ્યા બાદ સ્થિતિ સુધરે તેવું મનાઈ રહ્યુ હતું, પરંતુ આમ નથી થઈ રહ્યું .રવિવારના બુલેટિન પ્રમામે ચોમાસું મહારાષ્ટ્ર, મરાઠાવાડ, વિદર્ભ, કર્ણાટક, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢ સહિત પૂર્વ યુપીના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ શકે છે. મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં દુષ્કાળની સ્થિતિ છે.

ચોમાસુ મોડુ
દેશના મોટા ભાગના વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ છે, જ્યાં વરસાદ ખૂબ જ ઓછો છે. સ્ટાન્ડર્ડ પ્રેસિપિટેન ઈન્ડેક્સ અનુસાર દેશના મોટા ભાગના રાજ્યોમાં પાણીની બચત ખૂબ જ ઓછી છે. ચોમાસુ મોડુ આવવાને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે આગામી સપ્તાહમાં સ્થિતિ થોડી સુધરી શકે છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે દેશના 51 ટકા વિસ્તારોમાં વરસાદ અપેક્ષા કરતા ઓછો થયો છે. જેની અસર કૃષિ પર પડી છે.

જળાશયો સૂકાયા
20 જૂન સુધીના સેન્ટ્રલ વોટર કમિશનના રિપોર્ટ પ્રમઆમે દેશના 91 રાષ્ટ્રીય બેઝિન અને જળાશયોમાં પાણીની અછત છે, જેને કારણે વીજળીનું ઉત્પાદન અને પીવાના પાણી પર અસર પડી રહી છે. ગત વર્ષની સરખામણીમાં તે ખૂબ જ ઓછું છે. તો 10 વર્ષના આંકડા પ્રમાણે આ જથ્થો રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછો છે. તેલંગાણાના જળાશયોની વાત કરીએ તો સામાન્ય સ્તરથી આ સ્તર 36 ટકા ઓછું છે. આંધ્રપ્રદેશમાં આ 83 ટકા, કર્ણાટકમાં 23 ટકા, તામિલનાડુમાં 43 ટકા, કેરળમાં 38 ટકા સામાન્ય કરતા ઓછું છે. સરેરાશ બચતની વાત કરીએ તો તે પાછળા 10 વર્ષની સરેરાશ કરતા ઓછું છે.

ચેન્નાઈમાં પાણીની સમસ્યા
ચેન્નાઈ એ શહેરોમાં સામેલ છે, જેમાં પીવાના પાણીની સૌથી વધુ મુશ્કેલી છે. તામિલનાડુના ત્રણ જળાશયો પૂંડી, ચોલાવરમ, ચેંબરંબકમ જે આખા શહેરને પાણી આપે છે, તેમાં પાણી ખૂબ જ ગટી ચૂક્યુ છે. કેટલાક પાણીના અન્ય સ્રોત પણ અછતની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. તો કેટલીક નદીઓ અને તળાવો પણ સૂકાઈ રહ્યા છે. તાપી બેઝિનમાં પાણી 81 ટકા ઘટ્યું છે, તો સાબરમતીનું પાણી 42 ટકા, કૃષ્ણાનું પાણી 55 ટકા, કાવેરી બેઝિનનું પાણી 45 ટકા અને ગંગા બેઝિનનું પાણી 9 ટકા ઘટ્યું છે.

કેટલાક ચોંકાવનારા તથ્ય
- દેશના 91 જળાશયોમાં 80 ટકા પાણીની અછત
- 91 જળાશયોમાંથી 11 સંપૂર્ણ રીતે સૂકાઈ ચૂક્યા છે.
- સેન્ટ્રલ ઈન્ડિયાના 10 સબડિવિઝનમાં ફક્ત ઓડિશા ડિવિઝનમાં સામાન્ય વરસાદ થયો છે. જ્યારે બાકીના દુષ્કાળ ગ્રસ્ત છે.
- દક્ષિણના 10 ડિવિઝનની વાત કરીઓ તો 5માં પાણીની તંગી છે.