For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે હાર્દિક પટેલ કોંગ્રેસને સોશ્યિલ મીડિયાનો ઉપયોગ કરવાનું શીખવાડશે

પાટીદાર નેતા હાર્દિક પટેલ આજે કોંગ્રેસને સોશ્યિલ મીડિયા વિશે ગાઈડ કરવા માટે મુંબઈ ગયા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

પાટીદાર નેતા હાર્દિક પટેલ આજે કોંગ્રેસને સોશ્યિલ મીડિયા વિશે ગાઈડ કરવા માટે મુંબઈ ગયા છે. કોંગ્રેસ તરફથી એક નાનકડો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં હાર્દિક પટેલ ભાગ લઇ રહ્યા છે. પહેલીવાર હાર્દિક પટેલ કોંગ્રેસની આવી કોઈ બેઠકમાં જોડાવવા જઈ રહ્યા છે અને કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે. કોંગ્રેસનો આ કાર્યક્રમ બાંદ્રામાં આવેલા એક ઓડિટોરિયમમાં રાખવામાં આવ્યો છે.

hardik patel

કોંગ્રેસ મુંબઈ અધ્યક્ષ સંજય નિરુપમ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આજની આધુનિક દુનિયામાં સોશ્યિલ મીડિયા સંચાર ખુબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. લોકો પોતાના વિચાર વ્યક્ત કરવા માટે ટ્વિટર, ફેસબૂક અને વહાર્ટસપ જેવા ચેનલનો ઉપયોગ કરે છે. દરેક સામાન્ય વ્યક્તિ સોશ્યિલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે. હાર્દિક પટેલ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગ સાથે જોડાયેલી જાણકારી અમારી સોશ્યિલ મીડિયા ટીમ સાથે શેર કરશે.

મુંબઈ કોંગ્રેસના મનમોહન પહુ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમની ટીમ ગુજરાતમાં સારું નેટવર્ક છે અને તેમને ત્યાં સારું કામ કર્યું છે. મુંબઈ કોંગ્રેસ સોશ્યિલ મીડિયા ટીમના પ્રમુખ સુજેબેન શાહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમની ટીમ આશા રાખે છે કે તેઓ હાર્દિક પટેલ પાસેથી કંઈક શીખશે. તેમને આગળ જણાવ્યું કે અમારી પાસે એક મજબૂત સોશ્યિલ મીડિયા ટીમ છે જે શહેરમાં દરેક જગ્યા પર સક્રિય છે. તેમને આગળ જણાવ્યું કે અમે અમારી ટીમને મજબૂત કરવાની સાથે દરેક સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર તેને વધારે પ્રભાવશાળી બનાવવા માટે કામ કરી રહ્યા છે.

English summary
Hardik Patel will teach congress on use of social media
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X