ઉત્તરાખંડમાં લહેરાશે કેસરિયો, હરિશ રાવત હારી ગયા

Posted By:
Subscribe to Oneindia News

ઉત્તરાખંડમાં હાલ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. જે રીતના પરિણામો બપોરે 12 વાગ્યા સુધીમાં જાહેર થયા છે તે બતાવે છે કે આ વખતે ઉત્તરાખંડમાં કમળ ખીલશે અને પંજો પડશે. બપોરે 12 વાગ્યા સુધી ઉત્તરાખંડના જે પરિણામો આવ્યા છે તે મુજબ વિધાનસભાની 70 બેઠકોમાંથી ભાજપના ફાળે 51 બેઠકો ગઇ છે. અને કોંગ્રેસને ખાલી 16 બેઠકો જ મળી છે. જે જોતા આવનારા સમયમાં ઉત્તર પ્રદેશ પછી ઉત્તરાખંડમાં પણ ભાજપની સરકાર બનશે.

uttarakhand


કોંગ્રેસની કારમી હાર
જો કે બીજા પક્ષે કોંગ્રેસની વિધાનસભાની ચૂંટણીમાં મોટી હાર થઇ છે. બપોરના 12 વાગ્યાના પરિણામો મુજબ તેને ખાલી 16 જ બેઠકો મળી છે. એટલું જ નહીં ઉત્તરાખંડના મુખ્યમંત્રી હરિશ રાવત પણ મોટા નંબરથી તેમના જ ક્ષેત્રમાં હાર્યા છે. ત્યારે હાલ તો અહીં ભાજપના કાર્યકર્તાઓ પોતાની જીતની ખુશી મનાવી રહ્યા છે. ત્યારે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની જીત જોતા લાગી રહ્યું છે કે ફરી એક વાર મોદીનો વિકાસનો મુદ્દો તેમને જીત અપાવવામાં સફળ ગયો છે. વળી નોટબંધી બાદ ભાજપની આ જીત ધણું કહી જાય છે.

English summary
Uttarakhand Assembly election 2017: According to Election Result BJP is leading, and CM Harish Rawat lose his seat.
Please Wait while comments are loading...