For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વારાણસીમાં મતોમાં બદલાઈ ‘ભીડ’ : ‘MODI’fication કે Kejri‘WAR’ કે A‘JAY’?

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 12 મે : વારાણસીએ આજે ભારે મતદાન કર્યું છે. એટલું ભારે મતદાન કર્યું છે કે વારાણસીએ અગાઉની અનેક ચૂંટણીઓનો રેકૉર્ડ તોડી નાંખ્યાં. વારાણસીના મતદારાઓએ આજે સૌથી વધુ મતદાનનો 52 વર્ષ જૂનો જ રેકૉર્ડ તો નથી તોડ્યો, પણ આમ છતાં અનેક રેકૉર્ડ તુટ્યા છે આ વખતે. વારાણસીનો ઇતિહાસ જોઇએ, તો ત્યાં સૌથી વધુ મતદાન 1962માં 63.28 ટકા થયુ હતું અને આજે થયેલ લગભગ 58 ટકા મતદાને 1967માં થયેલ 59 ટકા મતદાને સ્પર્શવાની કોશિશ કરી.

છેલ્લા બે માસથી ચર્ચાના કેન્દ્રમાં રહેલા વારાણસીએ આજે પોતાનો ચુકાદો ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીનોમાં બંધ કરી દીધો. હવે 16મી મેના રોજ લોકસભા ચૂંટણી 2014 માટે થનારી મત ગણતરી સાથે જ વારાણસીનો ચુકાદો પણ લોકોની સામે આવી જશે કે વારાણસીએ દેશના ભાવિ વડાપ્રધાનની પસંદગી કરી છે કે પછી પોતાની જાતને સામાન્ય માણસ ગણાવતાં અરવિંદ કેજરીવાલ કે પછી સ્થાનિક ઉમેદવાર કહેડાવતાં અજય રાયની.

કાશી અને બનારસ તરીકે પણ ઓળખાતા વારાણસી શહેરમાં છેલ્લા એક માસથી ચૂંટણીનો માહોલ એટલો બધો ગરમ થઈ ગયો હતો કે તેનો પડઘો આજે પડવો સ્વાભાવિક જ હતો. ગત 24મી એપ્રિલના રોજ ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ભારે મેદની સાથે ઉમેદવારી પત્ર ભર્યુ હતું, તો આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ ગ્રાઉન્ડ લેવલ ઉપર સતત પ્રચાર કરી રહ્યા હતાં. અજય રાયના પ્રચારને છેલ્લે-છેલ્લે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટો અને સફળ રોડ શો કરી જોમ પૂરૂ પાડ્યું.

ચાલો સ્લાઇડર સાથે કરીએ રેકૉર્ડ બ્રેક મતદાનની સમીક્ષા :

મતદાનનો ઇતિહાસ

મતદાનનો ઇતિહાસ

દેશની પ્રથમ લોકસભા ચૂંટણી 1951માં બનારસ જિલ્લા તરીકે ઓળખાતી અને 1957થી વારાણસી બનેલી આ બેઠક ઉપર મતદાનનો ઇતિહાસ નબળો રહ્યો છે. સૌથી વધુ મતદાન 1962માં 63.28 ટકા થયુ હતું. આ ઉપરાંત 1951માં 45.19, 1957માં 62.67, 1967માં 59.42, 1971માં 55.48, 1977માં 55.48, 1980માં 53.66 તથા 1984માં 54.94 ટકા મતદાન થયુ હતું.

પચ્ચીસ વર્ષથી સતત ઓછું મતદાન

પચ્ચીસ વર્ષથી સતત ઓછું મતદાન

વારાણસીમાં છેલ્લા 25 વર્ષથી સતત ઓછું મતદાન થઈ રહ્યું છે. 1989માં 42.64 ટકા, 1991માં 44.79, 1996માં 40.58, 1998માં 47.18, 1999માં 45.02, 2004માં 48.15 અને ગત લોકસભા ચૂંટણી 2009માં માત્ર 42.61 ટકા મતદાન થયુ હતું.

ભારે મતદાન

ભારે મતદાન

વારાણસીમાં આ વખતે 58 ટકા જેટલું મતદાન થયું છે. આ વખતે વારાણસીમાં નરેન્દ્ર મોદી, અરવિંદ કેજરીવાલ અને અજય રાય વચ્ચે મુખ્ય મુકાબલો છે.

ભીડ મતોમાં બદલાઈ

ભીડ મતોમાં બદલાઈ

ભાજપ માટે સૌથી સલામત ગણાતી વારાણસી બેઠક ઉપર એમ તો નરેન્દ્ર મોદીના વિજયની સૌથી વધુ શક્યતાઓ ગણાય છે અને 24મી એપ્રિલે મોદીના ઉમેદવારી પત્ર ભરવાના કાર્યક્રમમાં જે રીતે ભીડ ઉમટી હતી, તેનાથી તેમનો ઉત્સાહ ઓર વધી ગયો હતો. બીજી બાજુ અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધીના રોડ શોમાં પણ એટલી જ ભીડ ઉમટી હતી. ત્રણે નેતાઓના ચૂંટણી કાર્યક્રમોમાં ઉમટેલી ભીડ આજે મતોમાં તો બદલાઈ છે અને એટલે જ ભારે મતદાન થયું છે.

MODIfied થયું વારાણસી?

MODIfied થયું વારાણસી?

વારાણસીમાં રેકૉર્ડ બ્રેક મતદાન બાદ સૌથી પહેલી શક્યતા એ જ ઊભી થાય છે કે નરેન્દ્ર મોદી જેવા મોટા ગજાના અને વડાપ્રધાન પદના ઉમેદવારની ઉમેદવારીના કારણે જ આ ભારે મતદાન થયું છે. આટલી મોટી સંખ્યામાં પોલિંગ બૂથો પર પહોંચેલા મતદારો શું MODIfied એટલે કે મોદીકૃત થઈને પહોંચ્યા હતાં?

Kejri‘WAR' કે A‘JAY'

Kejri‘WAR' કે A‘JAY'

બીજી બાજુ નરેન્દ્ર મોદી સામે પડકાર ફેંકનાર અરવિંદ કેજરીવાલ અને અજય રાયને હળવા લેવામાં નથી આવી રહ્યાં. કહેવાય છે કે મોદીને પડકારવવાની બાબતમાં કેજરીવાલ અને અજય વચ્ચે સીધો મુકાબલો છે. કદાચ બંને ઉમેદવારો જાણે છે કે તેઓ મોદી સામે હારી જશે, પરંતુ અહીં બીજા નંબરે રહેનાર પણ વિજેતાની મુદ્રામાં ફરી શકશે.

English summary
Lok Sabha Election 2014 : Heavy voter tournout in Varanasi, where fighiting PM candidate of BJP Narendra Modi. AAP candidate Arvind Kejriwal and Congress candidate Ajya Rai are challenging to Modi. Has Varanasi been MODIfied? Can Anti-Modi votes be difficult for Modi?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X