For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભડકાઉ ભાષણ: ઓવૈસીના જામીન મંજૂર, છતાં રહેવું પડશે જેલમાં

|
Google Oneindia Gujarati News

akabaruddin owaisi
હૈદરાબાદ, 15 ફેબ્રુઆરી: હૈદરાબાદ, 15 ફેબ્રુઆરી: ભડકાઉ ભાષણ મામલના આરોપમાં ફસાયેલા એમઆઇએમ નેતા અકબરુદ્દીન ઓવૈસીને નિજામાબાદ કોર્ટે જામીન આપી દીધા છે. કોર્ટે ગુરુવારે ચર્ચા પૂરી થયા બાદ પોતાનો નિર્ણય પેન્ડિંગ રાખ્યો હતો. જોકે નિજામાબાદ કોર્ટે જામીન આપી દીધા હોવા છતાં અકબરૂદ્દીનને જેલમાં જ રહેવું પડશે, કારણ કે અદિલાબાદ ડિસ્ટ્રીક્ટના નિર્મલ શહેરમાં ચાલી રહેલા કેસમાં હજી જામીન મળ્યા નથી.

એમઆઇએમના નેતા અકબરુદ્દીન ઓવૈસીને ભડકાઉ ભાષણ આપવાના મામલે 8 જાન્યુઆરીના રોજ ધરપકડ કરવામાં આવ્યો હતો. ત્યારથી અકબરુદ્દીન આદિલાબાદની જેલમાં કેદ હતા. 12 ફેબ્રુઆરીના રોજ કોર્ટે અકબરૂદ્દીનના રિમાન્ડ 26 ફેબ્રુઆરી સુધી વધારી દીધા હતા. અકબરૂદ્દીનનો અવાજ પણ તપાસ માટે રેકોર્ડ કરવામાં આવ્યો હતો.

હૈદરાબાદમાં એક સભાને સંબોધિત કરતા તેમણે એમઆઇએમના વિધાયક ઓવૈસીએ એક ધર્મ વિરૂદ્ધ અભદ્ર ભાષા પ્રયોગ કર્યો હતો. આ સમાચાર મીડિયામાં આવ્યા બાદ કોર્ટે સુઓમોટો લઇને તેની સામે બિનજામીની ધરપકડ વોરન્ટ જારી કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ભડકાઉ ભાષણ આપ્યા બાદ ઓવૈસી લંડન હોવાથી તેમની સામે કોઇ કાર્યવાહી થઇ શકી ન્હોતી. બાદમાં તેઓ 7 જાન્યુઆરીના રોજ હૈદરાબાદ પરત ફર્યા હતા. જોકે ઓવૈસી ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપીને પોલીસ તપાસમાંથી બચી ગયા હતા. 8 જાન્યુઆરીના રોજ આખા દિવસના નાટકીય ઘટના બાદ આખરે અકબરુદ્દીન ઓવૈસીની પોલીસે ધરપકડ કરી લીધી હતી.

English summary
Hate speech: Akbaruddin Owaisi got bail from jail today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X