For Quick Alerts
For Daily Alerts
મુંબઇ વરસાદની 10 લેટેસ્ટ અપડેટ, જે તમારા કામની છે
મુંબઇમાં ગત બે દિવસથી અવરીત વરસાદ પડી રહ્યો છે. જો કે આજે હવામાન ખાતાએ થોડાક કલાક રોકાશે તેવી કહી છે. જે કંઇક અંશે મુંબઇવાસીઓને રાહત આપશે. પણ દેશનું આર્થિક પાટનગર તેવું મુંબઇ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિમાં છે. ત્યારે વરસાદ સાથે જોડાયેલી નીચેની સવારે 10 વાગ્યા સુધીનું લેટેસ્ટ અપડેટ જાણો અહીં...
- ઉલ્લેખનીય છે કે સતત વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.
- અત્યાર સુધીમાં ભારે વરસાદના કારણે 10 લોકોની મોત થઇ ચૂકી છે.
- વિક્રોલીમાં બે મકાન પડતા ત્રણ લોકોની મોત થઇ છે. અને ત્રણ લોકોની પાણીમાં ડૂબવાના કારણે.
- હાલ રાતના બે વાગ્યાથી વરસાદ બંધ થયો છે પણ સવારે ઠેર ઠેર પાણી અને કાદવ સડકો પર ફેલાયેલો જોવા મળ્યો છે.
- અંધેરી અને ધાટકોપર વચ્ચે મેટ્રો સેવાઓ શરૂ કરવામાં આવી છે.
- જ્યારે મુંબઇના કુર્લાથી ડોમ્બિવલી વચ્ચે રેલ સેવા શરૂ કરવામાં આવી છે.
- ભારતીય નૌસેનાએ CST સ્ટેશન પર ફસાયેલા લોકો માટે સવારે બ્રેકફાસ્ટની વ્યવસ્થા કરી હતી.
- મુંબઇ સેન્ટ્રલ લાઇનની હાલત સુધાર પર છે.
- એરપોર્ટની સેવાઓ હાલ પૂરતી બંધ છે.