For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હેમરાજના બદલે પાકના 10 માથા લાઓઃ સુષ્મા સ્વરાજ

|
Google Oneindia Gujarati News

sushma-swaraj
ખરાર, 15 જાન્યુઆરીઃ પાકિસ્તાની સૈનાની નાપાક હરકતથી જ્યાં આખો દેશ ઉકળી રહ્યો છે ત્યાં જ બીજી તરફ આ મુદ્દે રાજકીય ગરમાવો પણ વેગીલો થઇ ગયો છે. સોમવારે ભાજપના કદાવર નેતા અને વિપક્ષ પદના નેતા સુષ્મા સ્વરાજે કરારો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, જો પાકિસ્તાન દેશના હોનહાર પુત્ર અને શહીદ લાંસ નાયક હેમરાજનું માથું પરત ના કરે તો ભારતે ઓછામાં ઓછા પાકિસ્તાનના 10 માથા લઇ આવવા જોઇએ.

સુષ્મા સ્વરાજે પાકિસ્તાનને કરારો જવાબ આપવા માટે ભારત સરકારને ભલામણ કરી છે. તમને જણાવી દઇએ કે સુષ્મા સ્વરાજ ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરી અને સાંસદ રાજનાથ સિંહ સાથે શહીદ હેમરાજના પરિજનોને મળવા ગયા હતા, તેમને મળ્યા બાદ સુષ્માએ આ પ્રકારનો જવાબ આપ્યો હતો.

સુષ્માએ કહ્યું કે, હવે પાણી માથા પરથી જતું રહ્યું છે. પાક સૈનાએ એલઓસી પર જઇને આપણા જવાનોને માર્યા છે, જેને બર્દાસ્ત કરવું જરા પણ સહેલું નથી. સરકારે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો જોઇએ. હવે વાત-ચીતથી કામ નહીં થાય હવે સમય આવી ગયો છે કે આપણે તેને જવાબ આપીએ.

નોંધનીય છે કે, ગત મંગળવારે પુંછ જિલ્લામાં પાક સૈનાએ એલઓસીપર જોરદાર ગોળીબાર કર્યો. આ ગોળીબારમાં આપણા દેશના બે પુત્ર લાંસ નાયક હેમરાજ અને લાંસ નાયક સુધાકર સિંહ શહીદ થયા, પરંતુ પાક સૈનાએ પોતાની બેશરમી ના છોડી અને પોતાની ક્રુરતા દર્શાવતા શહીદ હેમરાજનું માથુ સાથે લઇ ગયા હતા. ત્યારબાદ શહીદ હેમરાજના પરિવારજનો તરફથી સરકારને માંગ કરવામાં આવી રહી છે કે શહીદ હેમરાજનું માથું પરત લાવે. આ વાતને લઇને હેમરાજના પરિવારજનો અનશન પર બેઠા છે, હાલ આશ્વાસન આપીને અનશન તોડાવાયું છે.

English summary
If Hemraj's head not returned, bring 10 heads from Pakistan said BJP leader Sushma Swaraj.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X