For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક કૉલ આવ્યો કે ભારત બંધથી દૂર થઈ ગઈ શિવસેના, જાણો કારણ

એક કૉલ આવ્યો કે શિવસેના ભારત બંધથી દૂર થઈ ગઈ, જાણો કારણ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલમાં થઈ રહેલા સતત વધારાના કારણે કોંગ્રેસે દેશભરમાં બંધનું એલાન કર્યું છે, જેને પગલે તમામ રાજ્યોની સ્કૂલ-કોલેજો બંધ છે અને વિપક્ષે સરકારને ઘેરવાના પ્રયત્ન તેજ કરી દીધા છે. મહારાષ્ટ્રમાં શિવસેનાએ પણ કોંગ્રેસના બંધને સમર્થન આપ્યું હતું અને અચ્છે દિન નારાને લઈને સરકાર પર પ્રહાર કર્યો હતો. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે એક ફોન કૉલ બાદ શિવસેનાએ ભારત બંધમાં સામેલ થવાનો નિર્ણય પાછો લઈ લીધો છે.

પોસ્ટર લગાવ્યાં હતાં

પોસ્ટર લગાવ્યાં હતાં

ઉલ્લેખનીય છે કે શિવસેનાએ પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતની વિરુદ્ધમાં ભારત બંધ મામલે એક દિવસ પહેલા જ પોસ્ટર લગાવી દીધાં હતાં, પરંતુ માત્ર એક ફોન કૉલ આવ્યા બાદ શિવસેનાએ તુરંત પોતાનો ફેસલો પરત લઈ લીધો છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના તમામ નેતાઓને ભારત બંધમાં સામેલ ન થવા માટે અપીલ કરી હતી, જે બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ ઠાકરેને ફોન કર્યો હતો, જે બાદ તેમણે ભારત બંધમાં સામેલ ન થવાનો ફેસલો લીધો. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અને એનસીપીએ રાષ્ટ્રવ્યાપી બંધમાં સામેલ થવાની અપીલ કરી હતી.

ભાજપની મુશ્કેલી વધી શકે

ભાજપની મુશ્કેલી વધી શકે

જેવી રીતે શિવસેનાએ પોતાના વલણમાં બદલાવ કર્યો તેના પરથી માનવામાં આવી રહ્યું છે કે આ પગલાં બાદ ભાજપ-શિવસેનામાં સમાધાનની શરૂઆત થઈ ગઈ છે. જણાવી દઈએ કે જો શિવસેના આ બંધમાં સામેલ થાત તો ભાજપ માટે શર્મનાક સ્થિતિ સર્જાત, કેમ કે ખુદ શિવસેના કેન્દ્ર અને રાજ્ય બંને જગ્યાએ ભાજપ સાથેના ગઠબંધનમાં છે. ત્યારે ગઠબંધનમાં સામેલ પક્ષ જ જો બંધમાં સામેલ થાત તો સરકારની મુશ્કેલીઓમાં વધારો થાત.

આ માટે શિવસેના પલટી

આ માટે શિવસેના પલટી

શિવસેનાના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે અમિત શાહે ઠાકરેને ફોન કર્યો હતો, એટલું જ નહીં દેવેન્દ્ર ફડણવીસનો પણ ફોન આવ્યો હતો. જે બાદ બંધમાં સામેલ ન થવાનો ફેસલો લીધો. કહ્યું કે અમે ખુદ જ પેટ્રોલની કિંમતો અને મોદી સરકારની નીતિઓના મુખ્ય વિરોધી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે શિવસેનાને નિગમ અને એજન્સિઓમાં મોટી સંખ્યામાં પદ મળ્યાં છે, જેને કારણે શિવસેના ભાજપ વિરુદ્ધ નરમી દેખાડી રહી છે.

અમે બંધના અસલી સમ્રાટ

અમે બંધના અસલી સમ્રાટ

શિવસેનાના પ્રવક્તા અને વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું કે તેઓ જોવા માંગતા હતા કે કોંગ્રેસના નેતૃત્વમાં ભારત બંધ કેટલે સુધી જાય છે અને વિપક્ષમાં કેટલો સંપ છે. એમણે કહ્યું કે, એમણે કહ્યું કે પાછલા ચાર વર્ષમાં અમે અસલી વિપક્ષની ભૂમિકા નિભાવી છે, કોંગ્રેસના નેતૃત્વવાળો પક્ષ તો હવે જાગ્યો છે, એમને હડતાળ કરવા દો. એમણે કહ્યું કે જ્યારે સામાન્ય નાગરિકો માટે રસ્તા પર ઉતરવાનો સમય આવશે તો અમે દેખાડશું કે બંધ કેવી રીતે કરી શકાય, અમે મહારાષ્ટ્રમાં બંધના અસલી સમ્રાટ છીએ. આ પણ વાંચો-પેટ્રોલ-ડીઝલ અને ખેડૂતો પર કંઈ નથી બોલતા પીએમ મોદીઃ રાહુલ ગાંધી

English summary
Here is why Shivsena step back from Bharat bandh after one phone call.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X