For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિંદેએ પોતાના નિવેદન પર અફસોસ વ્યક્ત કર્યો, માફી માંગી નથી: કમલનાથ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

shushil-kumar-shinde
નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી: ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ 'હિંદૂ આતંકવાદ' સંબંધી નિવેદનમાં સરકારના એક મંત્રીએ કહ્યું હતું કે સુશીલ કુમાર શિંદેએ પોતાના વિવાદાસ્પદ નિવેદનને લઇને માફી માંગી નથી ફક્ત ખેદ વ્યક્ત કર્યો છે જેને ભાજપે સ્વિકાર સ્વિકારી લીધો.

સંસદીય કાર્ય મંત્રી કમલનાથે એક સમાચાર ચેનલના કાર્યક્રમમાં કહ્યું હતું કે 'આ શબ્દ અફસોસ છે. આ શબ્દ (રિગ્રેટ)નો ઉપયોગ કર્યો છે. જે ભાષાનો ઉપયોગ થઇ ગયો છે તેને હું બદલી શકતો નથી.

તેમને પુછવામાં આવ્યું હતું કે સુશીલ કુમાર શિંદેએ જયપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિર દરમિયાન આપેલા પોતાના નિવેદનને લઇને અફસોસ વ્યક્ત કર્યો હતો કે માફી માંગી હતી. કમલનાથે કહ્યું હતું કે સુશીલ કુમાર શિંદેએ ભાજપા શબ્દનો ઉપયોગ કર્યો હતો પરંતુ સ્પષ્ટ કરી દિધું હતું કે તેમનો રાજકીય સંગઠન સાથે કોઇ ઉદ્દેશ્ય નથી.

તેમને કહ્યું હતું કે જો જાણે અજાણે આનો આશય લગાવવામાં આવ્યો છે તો સુશીલ કુમાર શિંદેએ અફસોસ વ્યક્ત કરી ચૂક્યાં છે. તેમને સુશીલ કુમાર શિંદેના નિવેદન અને ગૃહમંત્રી તરીકે પી ચિદંમબરમના આ નિવેદનમાં અંતર જણાવ્યું હતું.

કમલનાથે કહ્યું હતું કે 'અંતર એ છે કે સુશીલ કુમાર શિંદે ભાજપા શબ્દોનો ઉપયોગ કર્યો અને ચિદંબરમે ભાજપનો ઉપયોગ કર્યો નથી. કમલનાથે ભાજપા નેતાઓ સાથે તેમની અને સુશીલ કુમાર શિંદેની મુલાકાતોમાં વાતચીત દરમિયાન શિંદેના ખેદ વ્યક્ત કરવાના નિવેદન પર ચર્ચા થઇ હતી. તેમને ભાજપના નેતાઓ સાથેની બેઠકનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ભાજપ સાથે નિવેદનને લઇને ચર્ચા થઇ હતી. તેમને કહ્યું હતું કે ખેદ વ્યક્ત કરનાર નિવેદન પુરતું છે.

English summary
As dust settles on the 'Hindu terror' issue, government has said Sushilkumar Shinde had not apologised for his controversial remarks but only expressed regret, which was accepted by BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X