For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવસેનાએ 'સામના'માં મોદી સરકાર સામે વ્યક્ત કરી નારાજગી

|
Google Oneindia Gujarati News

shiv sena
મુંબઇ, 21 એપ્રિલ: વર્ષ 2002ના નરોડા પાટિયા નરસંહાર મામલામાં પૂર્વ બીજેપી મંત્રી માયા કોડનાની તથા 9 અન્યને મૃત્યુદંડ આપવાની માંગ પર ગુજરાત સરકારની સહમતીને 'હિન્દુઓ પર ઘાતક પ્રહાર' ગણાવી શિવસેનાએ જણાવ્યું કે હિન્દુઓને મુખ્યમંત્રી પાસે અલગ પ્રકારની આશા હતી.

શિવસેનાના મુખપત્ર સામનાના સંપાદકીયમાં લખાયું છે કે 'જોકે લોકોમાં એવી માન્યતા છે કે મોદી હિન્દુઓના રક્ષક છે. કોડનાની અને બજરંગી માટે મૃત્યુ દંડની માંગ હિન્દુઓ પર ઘાતક પ્રહાર છે કારણ કે હિન્દુઓને મોદી પાસે અલગ અપેક્ષાઓ હતી'

સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે 'આ દેશમાં હિન્દુ હોવું ગુનો છે. અમને એ વાતનું દુ:ખ છે કે હિન્દુઓ પર ઘાતક પ્રહાર કરનાર પણ હિન્દુ છે.' ગયા વર્ષે ઓગષ્ટમાં નીચલી કોર્ટે માયાબેન કોડનાનીને 28 વર્ષ જેલની સજા સંભળાવી હતી જ્યારે બાબૂ બજરંગીને આજીવન કેદની સજા થઇ હતી. તેમજ અન્ય 8 લોકોને 31 વર્ષની જેલની સંજા સંભળાવી હતી. 22 લોકોને 24 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

સામનાના સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે 'એ વાતમાં બેમત નથી કે અપરાધીઓને સજા ના થાય. પરંતુ જ્યારે કોર્ટ પહેલા જ કોડનાની અને બજરંગીને કઠોર સજા સંભળાવી ચૂકી છે તો પછી ગુજરાત સરકાર મૃત્યુદંડની માંગ કરી દુનિયાને શું બતાવવા માંગે છે?'

સામનાના સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે 'ગોધરા કાંડ સાબરમતી એક્સપ્રેસને સળગાવી નાખવાની પ્રતિક્રિયા હતી. એવું હંમેશા કહેવાતું આવ્યું છે કે ગુજરાત હિન્દુત્વની પ્રયોગશાળા છે. એનો એકમાત્ર અપવાદ છે કે આ પ્રયોગશાળા વિધર્મિતાનું ઝેર પેદા નથી કરતી.'

English summary
Hindus have different expectations from Narendra Modi, Shiv Sena attacks Gujarat CM on death for Kodnani issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X