For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીને પૂછાયેલા પ્રશ્નનો રાજનાથે આપ્યો જવાબ, સમલૈંગિકતા અપ્રાકૃતિક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 ડિસેમ્બર: ભારતીય જનતા પાર્ટીએ સેક્સન-377 પર પોતાનો પક્ષ રાખતા જણાવ્યું છે કે તેઓ સજાતીય સંબંધોને અપ્રાકૃતિક કૃત્ય ગણે છે અને તેને સમર્થન આપી શકાય નહી. સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ દેશમાં સજાતીય સંબંધોને લઇને ભારે ચર્ચા થઇ રહી હતી, જેના પગલે કોંગ્રેસી નેતા સંજય ઝાએ ટ્વિટ કર્યું હતું કે નરેન્દ્ર મોદી આ અંગે શું વિચાર ધરાવે છે દેશના વડિલો અને યુવાનો તેમના વિચારો જાણવા માંગે છે.

ભાજપા અધ્યક્ષ રાજનાથ સિંહે જણાવ્યું છે કે તેમની પાર્ટી સેક્સન-377નું સમર્થન કરશે. આ ધારામાં ગે સેક્સ પર પ્રતિબંધની સાથે સાથે જનમટીપની સજા સુધીનું પ્રાવધાન છે.

ભાજપા અધ્યક્ષે કથિતરીતે જણાવ્યું કે 'ગે સેક્સ પ્રાકૃતિક નથી અને અપ્રાકૃતિક વસ્તુઓને અમે સમર્થન આપી શકીએ નહી.' સિંહે જણાવ્યું કે સજાતીય સંબંધને ગૂનાની શ્રેણીમાં લાવવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને નબળો કરવાના કોઇપણ પ્રયત્નોનો ભાજપ વિરોધ કરીશે.

narendra modi
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઇકોર્ટે વર્ષ 2009ના પોતાના નિર્ણયમાં સજાતીય સંબંધને ગૂનાની શ્રેણીમાંથી બહાર કરી દીધું હતું જેને સર્વોચ્ચ અદાલતે હાલમાં જ રદીયો આપી દીધો હતો. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી દેશની ગે કમ્યુનિટિમાં નિરાશા પ્રસરી ગઇ હતી.

અટકળો એ છે કે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને પૂનર્વિચાર માટે કેન્દ્ર સરકાર ઉપચારાત્મક અરજી દાખલ કરી શકે છે. આ પગલે ભાજપ તરફથી આ નિવેદન આવ્યું છે. નોંધનીય બાબત એ છે કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ દેશમાં સજાતીય સંબંધોને લઇને ભારે ચર્ચા થઇ રહી હતી, જેના પગલે કોંગ્રેસી નેતા સંજય ઝાએ ટ્વિટ કર્યું હતું કે નરેન્દ્ર મોદી આ અંગે શું વિચાર ધરાવે છે દેશના વડિલો અને યુવાનો તેમના વિચારો જાણવા માંગે છે.

English summary
Homosexuality is unnatural, cannot be supported said Rajnath singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X