For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેવી રીતે ફરી એકવાર રાહુલ ગાંધી માટે 11 ડિસેમ્બર સુપર લકી સાબિત થઈ

જાણો, 11 ડિસેમ્બર કેવી રીતે રાહુલ ગાંધી માટે લકી છે

|
Google Oneindia Gujarati News

નવી દલ્હીઃ વર્ષ 2019માં થનાર લોકસભા ચૂંટણી પહેલા પાંચ વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયાં છે. આ પરિણામ બિલકુલ સેમીફાઈનલની જેમ છે અને આ વખતે સેમીફાઈનલમાં મેચ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જીતી છે. 11 ડિસેમ્બર ફરી એકવાર રાહુલ ગાંધી માટે લકી સાબિત થઈ છે જ્યારે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં સત્તામાં કોંગ્રેસની વાપસી થઈ. રાહુલ ગાંધી માટે આજેનો દિવસ ડબલ સેલિબ્રેશનનો દિવસ છે, કેમ કે આજેથી ઠીક એક વર્ષ પહેલા આજના દિવસે તેમણે કોંગ્રેસની કમાન સંભાળી હતી. 11 ડિસેમ્બર 2017ના રોજ રાહુલ ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

પાછલા વર્ષે અધ્યક્ષ તરીકે ચૂંટકવામાં આવ્યા

પાછલા વર્ષે અધ્યક્ષ તરીકે ચૂંટકવામાં આવ્યા

11 ડિસેમ્બર 2017ના રોજ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીના નામ પર મહોર લાગી ગઈ હતી. જો કે પાર્ટીની કમાન તેમને 16 ડિસેમ્બરે સોંપવામાં આવી હતી. કોંગ્રેસના અધ્યક્ષ પદને સંભાળ્યા બાદ રાહુલ ગાંધીએ સતત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું અને કેટલીક હદે સફળ પણ રહ્યા. રાહુલ ગાંધીએ રાફેલ ડીલમાં ધાંધલીની વાતને જનતા વચ્ચે પહોંચાડી. રાહુલે વોટર્સને જણાવ્યું કે કેવી રીતે પાર્ટી ભ્રષ્ટાચારના નામ પર ખોખલા દાવા કરતી રહી છે. ત્રણ રાજ્યોમાં ભાજપના અશ્વમેઘ યજ્ઞ પર કોંગ્રેસે પાણી ફેરવી વાળ્યું. રાહુલ ગાંધી માટે આનાથી સારી ગિફ્ટ બીજી કંઈ ન હોય શકે.

સચિન પાયલટે જણાવ્યું ખાસ દિવસનું મહત્વ

સચિન પાયલટે જણાવ્યું ખાસ દિવસનું મહત્વ

રાજસ્થાનમાં કોંગ્રેસની વિશાળ જીત બાદ સીએમ પદની રેસમાં સૌથી પ્રિય સચિન પાયલટે પણ રાહુલ ગાંધી માટે આ દિવસ ખાસ હોવાનું જણાવ્યું. સચિને કહ્યું કે આજથી ઠીક એક વર્ષ પહેલા રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા અને એવામાં આ જીત તેમના માટે ગિફ્ટ છે. કોંગ્રેસ દેશના ત્રણ રાજ્યોમાં સરકાર બનાવવા જઈ રહી છે.

આ રણનીતિથી જ ઉતરશે લોકસબાના ચૂંટણી મેદાનમાં પણ

આ રણનીતિથી જ ઉતરશે લોકસબાના ચૂંટણી મેદાનમાં પણ

રાહુલ ગાંધીએ ભાજપને હરાવવા માટે તેમની જ ટેક્નિક અપનાવી. ભાજપે જે રણનીતિથી કોંગ્રેસ નેતાઓ પર ભ્રષ્ટાચારના હથિયારનો પ્રયોગ કર્યો હતો, એ જ હથિયારને રાહુલ ગાંધએ બ્રહ્મોસ્ત બનાવ્યું અને ભાજપ પર નિશાન સાધ્યું. સૂત્રોનું માનીએ તો રાહુલની આક્રમક રણનીતિ આ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને કામ આવી છે. આ રણનીતિ આગળ લોકસભા ચૂંટણીમાં પણ ચાલુ રહેશે. માનવામાં આવી રહ્યું છે કે એપ્રિલ 2019ના મધ્યથી દેશમાં લોકસભા ચૂંટણીનો આગાઝ થઈ જશે.

વિધાનસભા ચૂંટણીનું રિઝલ્ટ જણાવી રહ્યું છે કે ભાજપનો પ્રભવ ઘટી રહ્યો છેઃ રજનીકાંત વિધાનસભા ચૂંટણીનું રિઝલ્ટ જણાવી રહ્યું છે કે ભાજપનો પ્રભવ ઘટી રહ્યો છેઃ રજનીકાંત

English summary
How December 11 proves to be lucky for Rahul Gandhi second time in row.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X