જાણો ક્યારે અને કેવી રીતે મનોહર પર્રિકરને મળી રક્ષામંત્રી બનવાની ઓફર
નવી દિલ્હી (વિવેક શુક્લા): હરબર્ટ બેકરના ડિઝાઇન કરેલા સાઉથ બ્લોકમાં રક્ષા મંત્રી ટેક્નોક્રેટની છબિવાળા 58 વર્ષના મનોહર ગોપાલકૃષ્ણ પ્રભુ પર્રિકર પોતાની આગામી નવી ઇનિંગ શરૂ કરવાના છે. કહેવામાં આવે છે કે મુંબઇમાં દેવેન્દ્ર ફડણવીસના શપથ ગ્રહણ સમારોહમાં નરેન્દ્ર મોદીએ તેમને રક્ષામંત્રી બનવા માટે કહ્યું હતું. અને બુધવારે તેમણે સ્પષ્ટ કરી દિધું કે તેમણે હવે રક્ષામંત્રીની જવાબદારી સંભાળવાની રહેશે.
મોદી-પર્રિકરમાં ઘનિષ્ઠતા
મનોહર પર્રિકરને દિલ્હીમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપવાનો મતલબ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તેમની સાથે ગાઢ સંબંધ છે. આમ તો ગોવા પણ નરેન્દ્ર મોદી માટે ખાસ મહત્વ ધરાવે છે. તમને જણાવી દઇએ કે ગુજરાત રમખાણો બાદ જ્યારે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી દૂર કરવાની વાત ચાલી, ત્યારે ગોવામાં યોજાયેલી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આખી તેમની પાછળ હતી.
વરિષ્ઠ પત્રકાર અખિલેશ શર્મા કહે છે કે વર્ષ 2013માં ગોવામાં યોજાયેલી ભાજપ કાર્યકારિણીની બેઠકમાં નરેન્દ્ર મોદીને ચૂંટણી સમિતિની કમાન સોંપીને વડાપ્રધાન પદના ઉમેદવારના રૂપમાં આગળ વધારવામાં આવ્યા હતા. વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીનો દિલ્હીની બહાર પ્રથમ પ્રવાસ પણ ગોવામાં જ હતો.
મનોહર પર્રિકરને 2009માં ભાજપના અધ્યક્ષ બનાવવાની પુરી તૈયારી થઇ ગઇ હતી. પરંતુ ત્યારે વાત એક સ્તર પર ફસાઇ ગઇ. પછી તે ગોવાના મુખ્યમંત્રી બન્યા અને પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહ્યાં. સ્પષ્ટ છબિ, ઇમાનદાર પરંતુ આક્રમક છબિના લીધે મનોહર પર્રિકર મશહૂર રહ્યાં છે. કામ કરનાર અને સાદગીને લઇને તેમની પ્રશંસા થતી રહી. રાજ્યમાં તે સામાન્ય લોકોની વચ્ચે રહે છે.
ગોવામાં મનોહર પર્રિકરે મજબૂત રાજકારણ કર્યું છે. મોટી માત્રામાં ખ્રિસ્તી વોટવાળા આ રાજ્યમાં મનોહર પર્રિકરે પાર્ટીને તાકાત પુરી પાડીને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘનું દિલ જીત્યું. સૂત્રોનું કહેવું છે કે પહેલાં મનોહર પર્રિકર દિલ્હી આવવા માટે તૈયાર ન હતા. જો કે તેમણ ઘણા દિવસો પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તે દિલ્હી આવીને રક્ષા મંત્રાલય સંભાળે.
નરેન્દ્ર મોદીએ ખૂબ સમજી વિચારીને મનોહર પર્રિકરની પસંદગી કરી છે. રક્ષા મંત્રીના રૂપમાં મનોહર પર્રિકરનું દિલ્હી આવવું તેમનામાં નરેન્દ્ર મોદી પ્રત્યે વિશ્વાસ દર્શાવવો છે. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાના સફરમાં મનોહર પર્રિકરે ખુલીને તેમનો સાથ આપ્યો હતો.
નવી જવાબદારીઓ સાથે મનોહર પર્રિકરનું કદ ખૂબ ઉંચું થઇ ગયું છે. રક્ષામંત્રી તરીકે તે સરકારના પાંચ ટોચના નેતાઓમાંથી એક જઇ જશે. તે કેબિનેટની રક્ષા મામલાની સમિતિ એટલે કે સીસીએના સભ્ય રહેશે.