For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેટલી સંપત્તિના માલિક હતા કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન?

આવો જાણીએ કેટલી સંપત્તિના માલિક હતા કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનુ ગુરુવારે નિધન થઈ ગયુ. તેઓ લાંબા સમયથી બિમાર હતા. ચાર દિવસ પહેલા જ દિલ્લીની એક હોસ્પિટલમાં તેમની હાર્ટ સર્જરી થઈ હતી. તેમના નિધનથી રાજકીય ગલીઓમાં શોકની લહેર છે. એક દલિત પરિવારમાં જન્મેલા પાસવાન 6 વાર કેબિનેટ મંત્રી રહ્યા. આ ઉપરાંત તેમણે બિહારથી લઈને કેન્દ્ર સરકારમાં ઘણા મહત્વની જવાબદારીઓ નિભાવી. આવો જાણીએ કેટલી સંપત્તિના માલિક હતા રામવિલાસ પાસવાન.

શેર બજારમાં નથી કર્યુ રોકાણ

શેર બજારમાં નથી કર્યુ રોકાણ

રામવિલાસ પાસવાન હાલમાં કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ મંત્રી હતી. આ ઉપરાંત તે રાજ્યસભાના સભ્ય હતા. રાજ્યસભા ચૂંટણીમાં નામાંકન વખતે તેમણએ પોતાની સંપત્તિ માટે સોગંદનામુ રજૂ કર્યુ હતુ. જે મુજબ તેમની કુલ સંપત્તિ ત્યારે 1.43 કરોડ રૂપિયા હતી. જેમાંથી 1.06 કરોડ રૂપિયાની સંપત્તિ ચલ છે જ્યારે 21.30 લાખ રૂપિયાના ઘરેણા છે. આ ઉપરાંત લગભગ 82 લાખ રૂપિયા તેમના નામથી બેંકમાં જમા છે. સોગંદનામા મુજબ પાસવાન પાસે 22 લાખ રૂપિયાની કૃષિ ભૂમિ પણ હતી જ્યારે બિનખેતીલાયક જમીન જે તેમના નામ પર છે તેની કિંમત 13 લાખ આસપાસ છે. રાજ્યસભા ચૂંટણી સુધી તેમણે શેર બજાર, એલઆઈસી વગેરેમાં કોઈ રોકાણ કર્યુ નહોતુ.

ચિરાગ પાસે કેટલી સંપત્તિ?

ચિરાગ પાસે કેટલી સંપત્તિ?

આમ જોવા જઈએ તો પિતાથી વધુ સંપત્તિ ચિરાગ પાસવાન પાસે છે. 2019માં જ્યારે તેમણે લોકસભાની ચૂંટણી લડી હતી ત્યારે નામાંકન સમયે સંપત્તિ સાથે જોડાયેલ સોગંદનામુ આપ્યુ હતુ. જે મુજબ તેમની પાસે 1.85 કરોડની સંપત્તિ છે. આ ઉપરાંત 35 લાખ આસપાસ શેર ઘણી કંપનીઓમાં છે. ચિરાગ પાસે 90 લાખનુ પોતાનુ એક ઘર પણ છે. બે ગાડીઓ છે જેમાં એક જિપ્સી અને ટોયોટા ફૉર્ચ્યુનર પણ શામેલ છે. જેની કિંમત લગભગ 30 લાખ રૂપિયા છે. આ ઉપરાંત 23.40 લાખ રૂપિયા તેમના ખાતામાં જમા છે.

ગરીબ દલિત પરિવારમાં થયો હતો જન્મ

ગરીબ દલિત પરિવારમાં થયો હતો જન્મ

રામવિલાસ પાસવાનનો જન્મ બિહારના ખગડિયા જિલ્લાના ઝહરબન્ની ગામમાં રહેતા એક દલિત પરિવારમાં થયો હતો. પાસવાને કોસી કૉલેજ, પિલ્ખી અને પટના વિશ્વ વિદ્યાલયથી કાયદામાં સ્નાતક અને માસ્ટર ઑફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમણે રાજકુમારી દેવી સાથે લગ્ન કર્યા. 2014માં તેમણે ખુલાસો કર્યો કે 1981માં લોકસભાના નામાંકન પત્રને પડકાર્યા બાદ તેમણે રાજકુમારી દેવીને ડિવોર્સ આપી દીધા હતા. તેમને પહેલી પત્નીથી બે દીકરીઓ ઉષા અને આશા છે જ્યારે બીજી પત્નીના દીકરા ચિરાગ પાસવાન છે. પાસવાનના રાજકીય કદનો અંદાજ તમે એ વાતથી લગાવી શકો છો કે તે 6 વાર કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે.

શનિવારે થશે રામવિલાસ પાસવાનના અંતિમ સંસ્કાર, આજે પટના લવાશે પાર્થિવ શરીરશનિવારે થશે રામવિલાસ પાસવાનના અંતિમ સંસ્કાર, આજે પટના લવાશે પાર્થિવ શરીર

English summary
How much property Ramvilas Paswan owned.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X