જાણો કેવી રીતે પેટ્રોલ પંપવાળા તમારી સાથે કરે છે છેતરપીંડી

Posted By:
Subscribe to Oneindia News

દર વર્ષે વાહનોની સંખ્યામાં વધારો થતો રહે છે. અને સાથે જ બીજી તરફ પેટ્રોલના ભાવ આકાશને આંબી રહ્યા છે. ત્યારે આ વાતનો જ ફાયદો ઉઠાવીને કેટલાક પેટ્રોલપંપના માલિકો તેમના ગ્રાહકો સાથે છેતરપીંડિ કરે છે. અને પેટ્રોલ પૂરી આપવાના બદલે કટકી કરી કોઇને કોઇ રીતે ગ્રાહક જોડે વધુ પૈસા મેળવે છે. ત્યારે જાણો કેવી રીતે પેટ્રોલપંપ ગ્રાહકને ઉલ્લૂ બનાવવામાં આવે છે.

Petrol


શું તમે કદી પણ સર્વિસ સ્ટેશનના સ્ટાફ પ્રત્યે તમારું ધ્યાન દોર્યું છે. જે પેટ્રોલની પાઇપ પાસે આવેલા નોઝલની ટીપ પકડીને ઊભો હોય છે. જ્યારે તે તમારા વાહનની ટાંકીમાં પેટ્રોલ ભરતો હોય છે. ત્યારે જો તમે ધ્યાન આપો તો તમે જોઇ શકો છે કે કેટલીક વાર પેટ્રોલનો પ્રવાહ વધતો કે પછી ઓછો થતો હોય છે. વળી તે આ દરમિયાન પૈસા કે કાર્ડ તેવા સવાલો પૂછી તમારું ધ્યાન પર હટાવે છે. જે દ્વારા તે પેટ્રોલની પાઇપમાંથી પેટ્રોલનો પ્રવાહ ઓછો ટીપ દબાવીને ઓછો કરી શકે અને તમારી સાથે છેતરપીંડી કરી શકે. જો કે તમે ડિસ્પેન્સર સ્ક્રીન પર જોશો તો તમને રૂપિયા બરાબર દેખાશે. પણ પૂર્ણ પૈસા આપીને પણ તમે પેટ્રોલ ઓછું મેળવશો.

બીજી ટ્રીક
આ સિવાય પણ ધણીવાર તમારી સાથે તેવું બનતું હશે કે તમે 1000 રૂપિયાનું પેટ્રોલ નાંખવાનું કહ્યું અને તેણે ખાલી 200 રૂપિયાનું નાખ્યું. પછી તે કહેશે કે મેં તો 200 જ સાંભળ્યું હતું અને વળી પાછો બાકીના 800 રૂપિયાનું પેટ્રોલ તે નાખવા લાગશે આ વખતે તે પાછું શૂન્ય નહીં કરે સીધુ જ નાંખી લેશે બીજા 800નું. આ ટ્રીક દ્વારા ગ્રાહકને તે ખાલી 800 રૂપિયાનું જ પેટ્રોલ નાંખે છે. અને 200 રૂપિયાનો પોતાનો જ ફાયદો કરે છે.

ત્રીજી ટ્રીક
મીટર ટ્રેમ્પરીંગ કરીને પણ અનેક પેટ્રોલપંપ વાળા પોતાના ઘર ભરે છે. સર્વિસ સ્ટાફ જ 500 રૂપિયાનું પેટ્રોલ ભરાવવાનું કહીને જ્યારે ગ્રાહકનું ધ્યાન ભંગ થાય ત્યારે મીટરને ટેમ્પર કરે છે. આ વસ્તુમાં તેમને એટલી સારી પ્રેક્ટિસ પડી ગઇ હોય છે કે તમે સમજો તે પહેલા કામ તમામ થઇ જાય છે. અને આમ તમે 500 રૂપિયા આપીને પણ તેટલું પેટ્રોલ નથી મેળવી શકતા. જો તમારે આ વાતને પકડવી હોય તો તમારે ડિસપ્લે સ્ક્રીનને ધ્યાનથી જોવી પડે. જો ડિસપ્લે સ્ક્રીનમાં 500 દબાવ્યાને ગણતરીની સેકન્ડમાં જ 500 દેખાઇ જાય તો સમજવું કે આ ચીટીંગ છે. જો આંકડા એક પછી એક ફરવાના બદલે સીધા 500 ફટાક દઇને આવી જાય તો સમજવું કે આ અંગે ચીંટીંગ થઇ રહ્યું છે. જે માટે તમે ગ્રાહક સેવા અને પોલિસ ફરિયાદ કરી અનેક લોકોને ઉલ્લૂ બનતા રોકી શકો છો. અને આવી ચોરી કરતા પેટ્રોલ પંપને લોકો સામે ખુલ્લા મૂકી શકો છો.

English summary
How petrol pumps cheat you read here. Know all the trick try by some petrol pump owner.
Please Wait while comments are loading...