For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માનવ બન્યો દાનવ ! 150 કુતરાને જીવતા દફનાવ્યા

માનવતાને હચમચાવી નાખે તેવી હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. કર્ણાટકમાં 150 વાંદરાઓને માર્યા બાદ હવે ફરી એક વખત ક્રૂરતાની હદ વટાવી છે. કેટલાક માનવતાના દુશ્મનોએ કથિત રીતે 150 કૂતરાઓને શિવમોગામાં જીવતા દફનાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

બેંગલુરુ : કર્ણાટકમાંથી માનવતાને હચમચાવી નાખે તેવી હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. કર્ણાટકમાં 150 વાંદરાઓને માર્યા બાદ હવે ફરી એક વખત ક્રૂરતાની હદ વટાવી દેવામાં આવી છે. કેટલાક માનવતાના દુશ્મનોએ કથિત રીતે 150 રખડતા કૂતરાઓને શિવમોગામાં જીવતા દફનાવ્યા હતા. પોલીસ સૂત્રોએ બુધવારના રોજ આ ઘટના વિશે માહિતી આપી હતી. આ મામલે સ્થાનિક પોલીસે ગ્રામ પંચાયત અધિકારી સામે ગુનો નોંધ્યો છે.

dog

કર્ણાટકમાં ક્રૂરતાની તમામ હદો પાર

કર્ણાટકમાં ક્રૂરતાની તમામ હદો પાર

માનવતાને અંદરથી હચમચાવી દેનારી આ સમગ્ર ઘટના ભદ્રાવતી નગર પાસે કામદાલાલુ-હોસુર ગ્રામ પંચાયતની હદમાં રંગનાથપુરામાં બની હતી. આ વિસ્તારકર્ણાટકના પાટનગર બેંગલુરુથી લગભગ 270 કિમી દૂર છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ઘટના 4 સપ્ટેમ્બરના રોજ બની હતી. મળતી માહિતી મુજબઅસામાજિક તત્વોએ કથિત રીતે કૂતરાઓને તમ્માડીહલ્લી જંગલ વિસ્તારમાં દફનાવ્યા હતા.

ઘટનાનું કારણ હજૂ અકબંધ

ઘટનાનું કારણ હજૂ અકબંધ

કૂતરાઓના સતત ભસવાના અવાજ સાંભળીને સ્થાનિક લોકોને શંકા ગઈ અને પછી અચાનક અવાજ આવવાનું બંધ થઈ ગયું હતું. સ્થાનિક લોકોએ પશુ અધિકારકાર્યકર્તાઓને પણ જાણ કરી હતી, પરંતુ કાર્યકરોએ સ્થળની મુલાકાત લીધા બાદ જ આ ઘટના પ્રકાશમાં આવી હતી. ભદ્રાવતી ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા આ મામલેતપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ ઘટના પાછળનું કારણ હજૂ સુધી જાણી શકાયું નથી.

પૈસા બચાવવા માટે કર્યું ઘૃણાસ્પદ કૃત્ય?

પૈસા બચાવવા માટે કર્યું ઘૃણાસ્પદ કૃત્ય?

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, કોન્ટ્રાક્ટરે કે જેણે ન્યુટરિંગનો કોન્ટ્રાક્ટ લીધો હતો, તેને જણાવ્યું હતું કે, ન્યુટરિંગ એ એક સર્જરી છે, જે કૂતરાઓને પ્રજનન માટેઅસમર્થ બનાવે છે, પરંતુ પૈસા બચાવવા માટે આ પ્રકારનો જઘન્ય અપરાધ કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પંચાયતના અધિકારીઓએ આ વખતેકૂતરા પકડનારાઓને મૌખિક સૂચનાઓ આપી હતી. આ અગાઉ કૂતરાઓને ઉપાડીને દૂરસ્થ વિસ્તારોમાં છોડવામાં આવતા હતા. આ વખતે પોલીસને શંકા છે કે, તેમનેકમ્બાડાલાલુ-હોસુર ગ્રામ પંચાયતની હદમાં કૂતરાઓને જીવતા દફનાવી દીધા હતા.

વાંદરાઓના કેસમાં કુલ 7 લોકોની ધરપકડ

વાંદરાઓના કેસમાં કુલ 7 લોકોની ધરપકડ

આ પહેલા ઓગસ્ટમાં કર્ણાટકના હસન જિલ્લાના એક ગામમાં 38 વાંદરાઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ વાંદરાઓને બોરીઓમાં ભરીને જંગલ વિસ્તારમાંલાવવામાં આવી રહ્યા હતા, જે દરમિયાન ગૂંગળામણને કારણે તેમાના કેટલાક વાંદરાઓ મૃત્યુ પામ્યા હતા. કર્ણાટક હાઇકોર્ટે ઘટનાની તાત્કાલિક નોંધ લીધી અને રાજ્યસરકારને દોષિતો સામે પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. પોલીસે અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરી છે.

English summary
Some enemies of humanity allegedly buried 150 stray dogs alive in Shivamogga.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X