For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહત કામમાં મોડું, ઉત્તરાખંડ સરકારને નોટિસ

|
Google Oneindia Gujarati News

દેહરાદૂન, 5 જુલાઇઃ ઉત્તરાખંડમાં સર્જાયેલી તારાજી બાદ રાહત કાર્યમાં મોડું અને આંકડાઓના વિભિન્ન જવાબથી રાજ્ય સરકાર શંકાઓના ઘેરામાં આવી ગઇ છે. બહુગુણા સરકાર પર પ્રશ્નો ઉઠી રહ્યાં છે. સરકારના આ વલણ પર હવે રાજ્ય માનવાધિકાર આયોગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.

રાજ્ય માનવાધિકાર આયોગે માત્ર સરકારની રાહત કાર્યપ્રણાલી પર જ પ્રશ્નો ઉઠાવ્યા નથી પરંતુ માનવાધિકાર આયોગના અધ્યક્ષે ત્યાં સુધી કહી દીધું છે કે સરકાર રાહત સામગ્રીના નામે એવી વસ્તુઓ મોકલી રહી છે કે જેની પ્રભાવિત વિસ્તારોમાં જરૂરત જ નથી.

ઉત્તરાખંડ માનવાધિકર આયોહના અધ્યક્ષ નિવૃત જસ્ટિસ વિરેન્દ્ર જૈને બહુગુણા સરકાર પર આરોપ લગાવતા કહ્યું છે કે બહુગુણા સરકાર જે આંકડા રજૂ કરી રહી છે તેને લઇને સરકાર પણ સ્પષ્ટ નથી. સરકાર કહી રહી છે કે અમારી પાસે 300 ગામોના આંકડા છે અને પછી કહી રહી છે કે આ આંકડા સ્પષ્ટ નથી. સરકારના વલણ પર આયોગે પ્રશ્નો ઉઠાવતા કહ્યું છે કે સરકારના અલગ-અલગ અધિકારી પોત-પોતાની રીતે નિવેદન કરી રહ્યાં છે. તેમના વિરોધાભાસી નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે સરકાર પોતે જ હજુ ભ્રમની સ્થિતિમાં છે.

આયોગે રાહતના નામ પર મોકલવામાં આવેલી સામગ્રી પર પણ બહુગુણા સરકારને આડેહાથ લીધી છે. આયોગ અનુસાર મોડેથી જાગેલી સરકાર પીડિતોને એવો સામાન મોકલી રહી છે, જેની તેમને જરૂરત જ નથી. સરકારના કામથી નારાજ ઉત્તરાખંડ માનવાધિકાર આયોગે રાજ્ય સરકારને નોટિસ પણ મોકલી છે. આયોગની નોટિસનો જવાબ આપવાના બદલે સરકાર અન્યો પર જ આરોપ લગાવી રહી છે.

foodrelif
મુખ્ય સચિવ રાકેશ શર્મા અનુસાર મીડિયાએ સેનાના કામને વધારે મહત્વ આપ્યુ અને રાજ્ય પ્રશાસનને સવાલોના ઘેરામાં લાવી દીધી છે. હવે પ્રશ્ન એ છે કે આવી તારાજી પછી પણ રાજ્ય પ્રશાસન સેનાને આગળ કરીને પોતે પાછળ રહેવાની વાતો શા માટે કરી રહી છે, જ્યારે આવી પરિસ્થિતિમાં તેને પણ યુદ્ધસ્તર પર સેના સાથે ડગથી ડગ માંડીને ચાલવું જોઇતું હતું. જ્યારે રાજ્ય માનવાધિકાર આયોગના કડક વલણથી સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર હજુ પણ નિષ્કાળજીપુર્વક વર્તી રહી છે.
English summary
The National Human Rights Commission sought and send notice to Uttarakhand government over the relief work and measures being taken for the evacuation and rehabilitation of flood-affected victims in the hill state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X