લડાઈ દરમિયાન પતિએ પત્નીની ધારદાર હથિયારથી જીભ કાપી

યુપીના કાનપુરમાં ખુબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પતિ અને પત્ની વચ્ચે થયેલી લડાઈમાં જયારે પત્નીએ તેના પતિને વળતો જવાબ આપ્યો ત્યારે પતિથી સહન નહીં થયું.

યુપીના કાનપુરમાં ખુબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પતિ અને પત્ની વચ્ચે થયેલી લડાઈમાં જયારે પત્નીએ તેના પતિને વળતો જવાબ આપ્યો ત્યારે પતિથી સહન નહીં થયું. ત્યારપછી ગુસ્સે થયેલા પતિએ પત્નીની જીભ કાપી નાખી. પીડીતાએ આરોપ લગાવ્યો કે આ ઘટના પછી તેના સાસરીપક્ષે તેને 10 દિવસ સુધી બંધક બનાવીને રાખી. મહિલાની ફરિયાદ પર પોલીસે આરોપી પતિ અને સાસરીવાળા સામે કેસ નોંધી લીધો છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. પીડિતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે આરોપીનો પિતા પોલીસ છે એટલા માટે કોઈ કાર્યવાહી નથી થઇ.

આ પણ વાંચો: પારકી સ્ત્રીને મેળવવા માટે પરણિત પુરુષે આપી બલી, પછી...

પતિએ વંદનાની જીભ કાપી નાખી

પતિએ વંદનાની જીભ કાપી નાખી

બરાની રહેવાસી વંદનાના લગ્ન બરા કરાહીના રહેવાસી દરોગા ઇન્દ્ર કુમારના દીકરા આકાશ રાજ સાથે થયા હતા. પીડિત પક્ષે સાસરી પક્ષ પર આરોપ લગાવતા જણાવ્યું કે લગ્ન પછી તેમની દીકરીને દહેજ માટે પ્રતાડિત કરવામાં આવી રહી હતી. વંદનાને દીકરી પેદા થયા પછી તેને વધારે પ્રતાડિત કરવામાં આવી અને તેની સાથે મારપીટ પણ કરવામાં આવતી હતી. પરિજનો ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે પત્ની સાથે મારપીટ કર્યા પછી તેના પતિએ વંદનાની જીભ કાપી નાખી. જીભ કાપ્યા પછી સ્થાનીય ડોક્ટર પાસે તેનો ઉપચાર કરાવવામાં આવ્યો.

ઘરમાં કેદ કરીને રાખવામાં આવી

ઘરમાં કેદ કરીને રાખવામાં આવી

વંદનાએ સાસરી પક્ષ પર આરોપ લગાવ્યો કે તેને 15 નવેમ્બર સુધી ઘરમાં કેદ કરીને રાખવામાં આવી હતી. આ દરમિયાન વંદનાએ ગમે તેમ કરીને પોતાના પિતાને ફોન કર્યો. તેના પર વંદનાના પિતા તેને લેવા માટે આવી ગયા અને બરા ચોકીમાં તેમને ફરિયાદ પણ નોંધાવી.

પીડિતાનો સસુર ઇન્દ્ર કુમાર પોલીસ વિભાગમાં દરોગા

પીડિતાનો સસુર ઇન્દ્ર કુમાર પોલીસ વિભાગમાં દરોગા

પીડિત પક્ષ ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે પીડિતાનો સસુર ઇન્દ્ર કુમાર પોલીસ વિભાગમાં દરોગા છે. એટલા માટે પોલીસ વિભાગ આરોપી પતિ સામે કાર્યવાહી કરવામાં ગભરાઈ રહી છે. પીડીતાએ ન્યાય માટે એસએસપી પાસે મદદ માંગી છે. એસએસપી પાસે જેવી આ બાબતે જાણકારી મળી તેમને બરા એસઓને ફટકાર લગાવી અને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X