પત્નીના ચરિત્ર પર શંકા, પતિએ કુહાડીથી હત્યા કરી
ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં એક સનકી પતિએ પોતાની પત્નીની કુહાડીથી હત્યા કરી દીધી. ઘટનાને અંઝામ આપીને આરોપી પતિ ત્યાંથી ભાગી ગયો હતો.
ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં એક સનકી પતિએ પોતાની પત્નીની કુહાડીથી હત્યા કરી દીધી. ઘટનાને અંઝામ આપીને આરોપી પતિ ત્યાંથી ભાગી ગયો હતો. પરંતુ ગામના લોકોએ આરોપી પતિને પકડીને પોલીસમાં સોંપી દીધો. પોલીસે મહિલાના શવને કબ્જામાં લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. હત્યા પાછળ પત્નીના ચરિત્ર પર શંકા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: પ્રેમી કપલનું પહેલા ગળું કાપ્યું અને પછી ગોળી મારી

પત્નીના ચરિત્ર પર શંકા
જાણકારી અનુસાર, આ ઘટના શાહજહાંપુરના ખુટારા ચોકી વિસ્તારના પૂર્વી ગડી ગામની છે. અહીં રહેનાર મુકેશ મજૂરી કરીને પોતાની પત્ની અને 6 વર્ષના દીકરીનું ભરણપોષણ કરતો હતો. ગ્રામીણો અનુસાર મુકેશ પોતાની પત્નીના ચરિત્ર પર શંકા કરતો હતો. જયારે મુકેશની પત્ની ખેતરમાં શૌચાલય માટે જતી ત્યારે તેનો પતિ પણ તેની પાછળ જતો હતો. મંગળવારે સવારે પણ પતિ અને પત્ની વચ્ચે આ બાબતે વિવાદ થયો હતો.

ગામના લોકોએ આરોપી મુકેશને પકડીને પોલીસમાં સોંપી દીધો
વિવાદ પછી મુકેશની પત્ની પોતાની નણંદ અને દીકરા સાથે ખેતરમાં શૌચાલય માટે ચાલી ગયી. તેની પાછળ પાછળ તેનો પતિ પણ સાઇકલ લઈને પહોંચ્યો અને એક પછી એક કુહાડી ઘ્વારા ઘા મારીને પોતાની પત્નીની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી. હત્યાને જોઈને નણંદ મૃતકના દીકરાને લઈને ગામ તરફ ભાગી. ઘટનાને અંઝામ આપીને આરોપી મુકેશ પણ ત્યાંથી ફરાર થઇ ગયો. ઘટના વિશે ગામમાં સૂચના ફેલાઈ તેની સાથે જ ગામના લોકોએ આરોપી મુકેશને પકડીને પોલીસમાં સોંપી દીધો. પોલીસે મહિલાના શવને કબ્જામાં લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. તેની સાથે પોલીસે આ મામલે તપાસ પણ શરુ કરી દીધી છે.

કુહાડીથી હત્યા
એસપી ગ્રામીણ સુભાષ ચંદ્ર શાક્ય ઘ્વારા જણાવવામાં આવ્યું કે પતિએ પત્નીની કુહાડીથી હત્યા કરી નાખી. ગ્રામીણ અને પરિવારની પૂછપરછ કરવામાં આવી રહી છે. માહિતી મળતા જ કેસ નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
