કિડની ફેલ થવાને કારણે સુષ્મા સ્વરાજ એમ્સમાં ભરતી

Subscribe to Oneindia News

સંસદની કાર્યવાહીમાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ ભાગ નહિ લઇ શકે. શિયાળુ સત્ર શરુ થતા પહેલા જ સુષ્મા સ્વરાજને કિડની ફેલ થવાને કારણે એમ્સમાં ભરતી કરવામાં આવ્યા છે.

sushma

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે પોતે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. સુષ્માએ ટ્વીટ કર્યુ હતુ કે, 'હું કિડની ફેલ થવાને કારણે એમ્સમાં ભરતી થઇ છુ. હાલમાં હું ડાયાલીસીસ પર છુ. કિડની ટ્રાંસપ્લાંટ માટે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણ બધુ સારુ કરશે.' તમને જણાવી દઇએ કે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ ટ્વીટર પર ઘણા સક્રિય રહે છે. વાત પાકિસ્તાની છોકરીને ભણવા માટે ભારતમાં વિઝા અપાવવાની હોય કે સઉદીમાં ફસાયેલા ભારતીયોને મદદ માટે ભરોસો આપવાની હોય ઘણા મુદ્દાઓને સુષ્માએ ટ્વીટર પર જ ઉકેલી દીધા છે.

sushma


એમ્સના સૂત્રોએ જણાવ્યુ હતુ કે તેમને ડાયાબિટીસ હોવાને કારણે કિડનીને અસર થઇ છે. તેમને લગભગ 20 વર્ષથી ડાયબિટીસ છે. તેમનું ડાયાલીસીસ ચાલી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે વિદેશમંત્રી છેલ્લા ઘણા દિવસોથી અસ્વસ્થ છે. 64 વર્ષના સુષ્મા સ્વરાજને આ પહેલા પણ ન્યૂમોનિયા અને બીજા હેલ્થ ઇશ્યૂના કારણે એપ્રિલમાં એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે તબિયતમાં સુધારો થતા તેમને રજા આપી દેવામાં આવી હતી.

English summary
I am in AIIMS because of kidney failure. Presently on dialysis. undergoing tests for a Kidney transplant. Lord Krishna will bless, says sushma Swaraj.
Please Wait while comments are loading...