ગૌહત્યા કરશો તો સમાજથી બહાર કાઢી દઇશું, મસ્જિદમાં થયું એલાન

Posted By:
Subscribe to Oneindia News

સંભલ: તુર્ક સમાજના લોકોએ ગૌહત્યા મામલે એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે જે લોકો ગૌહત્યા કરશે તેની સામે કાનૂની કાર્યવાહી તો થશે જ સાથે જ તેને સમાજની પણ બહાર નીકાળી દેવામાં આવશે. આ જાહેરાત 52 ગામના તુર્કોની મીટીંગમાં મૌલાના દ્વારા કરવામાં આવી. અને આમ કરીને આ ગામના લોકોએ ભાયચાાર અને સદ્દભાવનાનું એક સારું ઉદાહરણ પુરું પાડ્યું છે.

maulana

ઉત્તર પ્રદેશના જિલ્લા મદાલા ગાંવમાં 52 ગામના તુર્ક સમાજના લોકોએ મસ્જિદમાં મીટિંગ કરી તમામ મૌલાનાઓની હાજરીમાં આ જાહેરાત કરી હતી. મૌલાનાએ તુર્ક સમાજના લોકોને સંબોધિત કરતા કહ્યું કે મુસ્લિમે ગૌહત્યા બિલકુલ ના કરવી જોઇએ. આપણા ધર્મમાં અન્ય કોઇ ધર્મની ભાવનાને ઠોસ પહોંચાડવાની છૂટ નથી.
સાથે જ તેમણે સ્પષ્ટતા કરી કે જો તેમના સમાજનો કોઇ પણ વ્યક્તિ ગૌહત્યા કરતો પકડાઇ જશે તો તેની સાથે સખત પગલાં સમાજ દ્વારા લેવામાં આવશે. વધુમાં મૌલાનાએ આ બેઠકમાં પીએમના બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનના પણ વખાણ કર્યા. અને બેઠકમાં મૌલાનાનો આ નિર્ણય હાજર તમામ સભ્યોએ સર્વાનુમતે પસાર પણ કર્યો.

English summary
If anyone kill a cow will be ousted from Turks society, Maulanas announced in Sambhal.
Please Wait while comments are loading...