For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમિલનાડુ- કર્ણાટકમાં વરસાદ, Cyclone Amphanના કારણે આ રાજ્યોમાં Yellow Alert

તમિલનાડુ- કર્ણાટકમાં વરસાદ, Cyclone Amphanના કારણે આ રાજ્યોમાં Yellow Alert

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશના વિવિધ ભાગમાં હવામાને મિજાજ બદલ્યો છે જેના કારણે ક્યાં વરસાદના અણસાર બની રહ્યા છે તો ક્યાંક ગરમ હવાઓ ચાલી રહી છે, રવિવારે મોડી રાતે દેશના કેટલાય રાજ્યોમાં ભારે વરસાદ થયો, જેનાથી જનજીવન ઘણું પ્રભાવિત થયું છે, એવામાં બંગાળની ખાડીમાં ઉઠી રહેલા તોફાન અમ્ફાન (Amphan) કેટલાય રાજ્યો માટે ખતરો બની શકે છે, જેના કારણે વિભાગે આજથી લઈ આગલા 4 દિવસ સુધી કેટલીય જગ્યાએ ભાગો પર ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે.

6 કિમી પ્રતિ કલાકની ગતિએ આગળ વધી રહ્યું છે અમ્ફાન

6 કિમી પ્રતિ કલાકની ગતિએ આગળ વધી રહ્યું છે અમ્ફાન

હવામાન વિભાગે પોતાના લેટેસ્ટ અપડેટમાં કહ્યું કે અમ્ફાન 6 કિમી પ્રતિ કલાકની ગતિએ આગળ વધી રહ્યું છે અને આગલા કેટલાક કલાકમાં અત્યંત ભીષણ ચક્રવાતી તોફાનમાં તબ્દીલ થઈ શકે છે, જો આવું થયું તો સોમવારથી બંગાળના તટીય જિલ્લામાં આંધી તોફાન સાથે મૂસળધાર વરસાદ શરૂ થઈ જશે અને આ તોફાન 24 કલાક સુધી ઉત્તરી દિશામાં આગળ વધતું રહેશે. 24 કલાક બાદ આ પોતાની દિશા બદલશે અને ઉત્તર અને ઉત્તર-પૂર્વી દિશામાં આગળ વધશે, અનુમાન છે કે તોફાન 21 મેના રોજ બાગ્લાદેશ પર લેન્ડફોલ કરશે, જેના કારણે દેશના કેટલાય રાજ્યોમાં તેની અસર પડશે અને હવામાન મિજાજ બદલશે.

મૂસળધાર વરસાદ થવાની આશંકા

જો આવું થાય છે તો સોમવારથી બંગાળના તટીય જિલ્લામાં આંધી-તોફાન સાથે મૂસળધાર વરસાદ શરૂ થઈ જશે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ તાજા બુલેટિન મુજબ આ ચ્કરવાત ઓરિસ્સાના પારાદીપથી લગભગ 870 કિમી દક્ષિણમાં કેન્દ્રિત છે. જેને લઈ પશ્ચિમ બંગાળ- ઓરિસ્સાના તટવર્તી ક્ષેત્રોમાં યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ચક્રવાતી તોફાનને કારણે વરસાદ થઈ શકે

ચક્રવાતી તોફાન અમ્ફાનને જોતા IMDએ આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મિજોરમ, મણિપુરમાં પહેલા જ ઓરેન્જ અલર્ટ જાહેર કરી દીધું હતું. અહીં તોફાનને કારણે વરસાદ થઈ શકે છે જ્યારે દિલ્હી, એનસીઆર, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, મણિપુર, ત્રિપુરા, મેઘાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ, કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તરી ઓરિસ્સા, અંદામાન નિકોબાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, રાજસ્થાન, તટીય આંધ્ર પ્રદેશ, આતરિક તમિલનાડુમાં ભારે વરસાદ થવાની આશંકા વ્યક્ત કરી છે.

સાઈક્લોન વોર્નિંગ કેજ નં 2નું અલર્ટ

દક્ષિણ ભારતની વાત કરીએ તો આજે સવારે મેંગ્લોર શહેરના કેટલાય ભાગોમાં વરસાદ થયો છે. જ્યારે ગત રાતે તમિલનાડુના કેટલાક ભાગોમાં આવેલ આંધી અને વરસાદ બાદ રામેશ્વરમાં માછીમારોની લગભગ 50 હોડી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી, અહીં પર પંબન પોર્ટ ઑથોરિટીએ ચક્રવાતી તોફાન અમ્ફાનને ધ્યાનમાં રાખી સાઈક્લોન વોર્નિંગ કેજ નં- 2નુ અલર્ટ બહાર પાડ્યું છે. પ્રશાસને સમુદ્રી વિસ્તારોમાં રહેતા લોકોને હટાવી સુરક્ષિત જગ્યાએ લઈ જવાનું કામ શરૂ કરી દીધું છે. માછીમારોને સમુદ્રામાં જવા ના દેવાની સખ્ત સૂચના આપી દેવામાં આવી છે.

જાણો, ચક્રવાતી તોફાન 'અમ્ફાન'થી બચવા શું કરવુ અને શું ના કરવુજાણો, ચક્રવાતી તોફાન 'અમ્ફાન'થી બચવા શું કરવુ અને શું ના કરવુ

English summary
IMD issues rainfall warning and yellow for the next 4 days read in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X