For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાલૂએ સ્વિકારી નીતિશ કુમારની 'ફ્રેંડ રિક્વેસ્ટ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

lalu-prasad-in-jail
પટણા, 19 જૂન: બિહારના રાજકારણનો સૂર્ય ક્યારે કઇ દિશામાંથી નિકળે અને ક્યાં અસ્ત થઇ જાય, તે કહી ના શકાય. આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવે એક પત્રકાર પરિષદ કરી એ જાહેરાત કરી કે તે નીતીશ કુમારના આગ્રહને સ્વિકાર કરે છે અને આગામી રાજ્યસભા ચૂંટણીમાં તે જેડીયૂના ઉમેદવારનું સમર્થન કરશે.

લાલૂ પ્રસાદ યાદવે કહ્યું અમને કહેવામાં આવ્યું છે કે 'આપણે ભૂતકાળની વાતો ભૂલાવી દેવી જોઇએ. ભવિષ્યને લઇને ચિંતિત થવું ન જોઇએ અને વર્તમાન વિશે વિચારવું જોઇએ. હું હાલ રાજ્યસભા ચૂંટણી પર આ વલણ અપનાવી રહ્યો છું. હું ભાજપના ખેલ સફળ થવા દઇશ નહી. અમે ભાજપની ચાલાકીને સારીપેઠે સમજીએ છીએ, એટલા માટે ભાજપને રોકવા માટે અમે નીતીશ કુમારની પાર્ટીને સમર્થન કરીશું.'

લાલૂ પ્રસાદ યાદવે કહ્યું કે અમે સાંપ્રદાયિક તાકાતોની શક્તિને વધવા દેવા માંગતા નથી, એટલામ આટે અમે આ નિર્ણય કર્યો છે. વિધાનસભા ચૂંટણીમાં જેડીયૂનો સાથ આપવાના પ્રશ્ન પર લાલૂ પ્રસાદ યાદવે કહ્યું કે અમે વર્તમાનની વાત કરી રહ્યાં છીએ, ભવિષ્યમાં શું થશે તેના પર અત્યારે કહેવું યોગ્ય નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યસભા ચૂંટણીમાં બાગી ધારસભ્યોના વલણને જોતાં નીતીશ કુમારે જેડીયૂ ધારાસભ્યો માટે આરજેડી નેતા લાલૂ યાદવની મદદ માંગી હતી. નીતીશ કુમારના આગ્રહ પર લાલૂ પ્રસાદનું આ નિવેદન આવ્યું હતું કે જ્યારે નીતીશ કુમારના પોતાના ઘરમાં આગ લાગી છે, તો તે ફાયરબ્રિગેડ શોધી રહ્યાં છે. જો કે હવે એ વાતની સંભાવના વધી ગઇ છે કે જેડીયૂ અને આરજેડી વિધાનસભા ચૂંટણીમાં પણ સાથે-સાથે તાકત અજમાવશે. આ પહેલાં ભાજપનું પલડું કેટલું ભારે અને હલકુ થવાનું છે એ તો સમય બતાવશે.

English summary
In Bihar politics of Laloo Yadav and Nitish Kumar will continue together.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X