For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ટૂંક સમયમાં જ ખૂલશે જયલલિતાની સંપત્તિની પોલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

jayalalitha-601
નવી દિલ્હી, 17 જૂન: એક તરફ જ્યાં મોદી સરકારમાં જયલલિતાને સામેલ થવાને લઇને ચર્ચાઓ થઇ રહી છે તો બીજી તરફ તાજેતરમાં આવેલા એક ચૂકાદામાં તેમની મુશ્કેલીઓ વધી શકે છે. સુપ્રીમ કોર્ટે તમિલનાડુની મુખ્યમંત્રી જે જયલલિતાની વિરૂદ્ધ આવક કરતાં વધુ સંપત્તિ રાખવાના આરોપમાં ચાલી રહેલા કેસ લગાવવામાં આવેલી પાબંધી આજે હટાવી દેવામાં આવી છે.

ન્યાયમૂર્તિ વિક્રમજીત સેન અને ન્યાયમૂર્તિ એસકે સિંહની ખંડપીઠે કેસની સુનાવણી પર પાબંધી માટે જયલલિતાની અરજીને નકારી કાઢી. જયલલિતા ઇચ્છે છે કે નિચલી કોર્ટ દ્વારા લેક્સ પ્રોપર્ટી ડેવલોપમેન્ટ પ્રા લિની અરજીના નિવારણ સુધી કેસની સુનાવણી પર પાબંધી લગાવી હતી.

શું ખરાબ શક્તિઓવાળા છે મોદી
આ કંપનીનો દાવો છે કે કેટલીક સંપત્તિને તમિલનાડુની મુખ્યમંત્રી આવક કરતાં વધુ સંપત્તિનો ભાગ દર્શાવવામાં આવ્યો છે, જે વાસ્તવમાં તેમની છે. ટોચની કોર્ટે આ કેસની સુનાવણી પર પ્રતિબંધ લગાવવા સંબંધી પોતાનો આદેશ પરત લઇ લીધો છે. આવક કરતાં વધુ સંપત્તિનો આ કેસ 2003માં ટોચની કોર્ટે ચેન્નઇની કોર્ટ પાસે બેંગ્લોરની કોર્ટમાં સ્થળાંતરિત કરી દિધો હતો.

જયલલિતા પર આરોપ છે કે તેમણે આવકના સ્ત્રોત કરતાં વધુ 66 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ એકઠી કરી હતી. આ મુદ્દે જયલલિતાની સાથે વીકે શશિકલા, વીએન સુધાકરણ અને જે ઇલાવરસી પર પણ કેસ ચાલી રહ્યો છે.

આ કંપનીનો દાવો છે કે જયલલિતાની બેનામી સંપત્તિના રૂપમાં જે સંપત્તિ કુર્ક કરવામાં આવી છે, તે તેમની છે અને આ સંબંધમાં તેની યાચિકા પર નિચલી કોર્ટે પહેલાં પોતાનો ચૂકાદો કરવો જોઇએ. જો કે એઆઇડીએમકે તરફથી અત્યાર સુધી કોઇ પ્રતિક્રિયા આવી નથી.

English summary
In issue of disproportionate asset Jayalalitha may involved in court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X