For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રના ડૉક્ટર આજથી અનિશ્ચિત હડતાળ પર, સરકાર સામે રાખી આ માંગ

મહારાષ્ટ્રના ડૉક્ટરોએ રાજ્યભરમાં આજે અનિશ્ચિતકાળની હડતાળનો નિર્ણય કર્યો છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રના ડૉક્ટરોએ રાજ્યભરમાં આજે અનિશ્ચિતકાળની હડતાળનો નિર્ણય કર્યો છે. ડૉક્ટરોની માંગ છે કે કોરોના કાળમાં ડૉક્ટરોની એકેડેમિક ફીને માફ કરવામાં આવે. મહારાષ્ટ્ર સ્ટેટ અસોસિએશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સ અક્ષય યાદવે કહ્યુ કે અમારી પ્રાથમિક માંગ છે કે અમારી એકેડેમિક ફીને માફ કરવામાં આવે. હૉસ્ટેલની સ્થિતિ સુધારવામાં આવે, અહીં સ્થિતિ ઘણી ખરાબ છે.

strike

ડૉક્ટરોનુ કહેવુ છે કે જ્યાં સુધી અમારી માંગો પૂરી નહિ કરવામાં આવે ત્યાં સુધી તે હડતાળ પર રહેશે. જો કે હડતાળ દરમિયાન પણ ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે પરંતુ ઓપડીમાં ડૉક્ટરો સેવા નહિ આપે. ડૉક્ટર અક્ષય યાદવે કહ્યુ કે શુક્રવારે સવારે 11.30 વાગે અમને મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત માટે બોલાવ્યા છે જેથી તે અમારા મુદ્દા પર ચર્ચા કરી શકે. પરંતુ લેખિત આશ્વાસન ઈચ્છે છે અને અમે હજુ સુધી આ પ્રકારનો કોઈ પણ પત્ર મળ્યો નથી. ડૉક્ટરોએ દેશના લોકો માટે પોતાનુ બધુ ત્યાગ કરી દીધુ. અમે કોવિડ વૉરિયર્સ માટે ન્યાય ઈચ્છીએ છીએ માટે અમે નિર્ણય કર્યો છે કે શુક્રવારે સવારે 8 વાગ્યાથી અમે અનિશ્ચિતકાળની હડતાળ પર જઈશુ.

શું છે ડૉક્ટરોની મુખ્ય માંગો

એકેડેમિક ફીને માફ કરવામાં આવે. હૉસ્ટેલની સ્થિતિને સુધારવામાં આવે, મહારાષ્ટ્રમાં હૉસ્ટેલની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. બીએમસી હૉસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટર્સનુ ટીડીએસ ન કાપવુ જોઈએ. આખા મહારાષ્ટ્રની સરકારી હૉસ્પિટલોને કોવિડ ઈન્ટેનસીવ નથી મળ્યુ તે આપવામાં આવે.

MARDના અધ્યક્ષ ડીડી પાટિલે કહ્યુ કે ગુરુવારે મેડિકલ એજ્યુકેશનના ડાયરેક્ટર અને એમએઆરડી વચ્ચે બેઠક થઈ હતી પરંતુ તેમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહિ. આજે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવાર સાથે અમારી બેઠક છે. અમે પોતાના મુદ્દાઓને છેલ્લા 5 મહિનાતી ઉઠાવી રહ્યા છે પરંતુ હજુ સુધી તેની સુનાવણી થઈ નથી. અમને કોઈ પણ પ્રકારનુ લેખિત આશ્વાસન પણ આપવામાં આવ્યુ નથી. જો અમારી માંગો પૂરી નહિ થાય તો અમે અનિશ્ચિતકાળની હડતાળ ચાલુ રાખીશુ.

English summary
Indefinite strike called by Maharashtra doctors in state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X