For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતે વિજય માટે ઓબામાને શુભેચ્છા પાઠવી, પાકિસ્તાનનું મૌન

|
Google Oneindia Gujarati News

india-map-obama
નવી દિલ્હી, 7 નવેમ્બર : અમેરિકાના રાષ્ટ્રપતિ પદ પર સતત બીજી વાર ચૂંટાઇ આવનારા બરાક ઓબામા અંગે સમગ્ર વિશ્વમાં ચર્ચા થઇ રહી છે. તેમના સમર્થકો તેમની જીતની ઉજવણી કરી રહ્યા છે. બીજી તરફ સમગ્ર વિશ્વમાંથી તેમને શુભેચ્છાપત્રો મળી રહ્યા છે. ભારતે પણ તેમને શુભેચ્છા પાઠવી છે.

વિશ્વમાંથી સૌપ્રથમ ઓબામાને શુભેચ્છા પાઠવનારા નેતાઓમાં ભારતના વડાપ્રધાન મનમોહન સિંહનો પણ સમાવેશ થાય છે. મનમોહન સિંહે તેમને તેમના ઐતિહાસિક વિજય માટે શુભેચ્છાઓ પાઠવીને જણાવ્યું છે કે ભારત ભવિષ્યમાં તેમની સાથે કામ કરવા માટે ઉતત્સુક છે.

નોંધનીય બાબત છે કે ભારતના પાડોશી દેશ પાકિસ્તાન તરફથી સત્તાવાર રીતે ઓબામાને અભિનંદન આપવામાં આવ્યા નથી. વળી, પાકિસ્તાન તરફથી જે પણ પ્રતિક્રિયા આવી છે તે ખાસ ઉત્સાહજનક નથી. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને પાકિસ્તાન તહેરીક - એ - ઇન્સાફના ચેરમેને જણાવ્યું છે કે પાકિસ્તાન માટે ઓબામાની પ્રથમ ટર્મ સારી રહી ન હતી.

બીજી તરફ ભારતના વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે "યુએસમાં બીજી વાર પ્રેસિડેન્ટ પદ માટેની ચૂંટણીમાં વિજય મેળવવા બદલ ભારત સરકાર અને ભારતના નાગરિકો તેમને અભિનંદન પાઠવે છે. સૌ આશા રાખી રહ્યા છે કે તેઓ લોકશાહીના પરંપરાને વધારે મજબૂત બનાવશે."

વિદેશ મંત્રાલયે એમ પણ જણાવ્યું છે કે ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને વડાપ્રધાન મનમોહન સિંહ અલગ અલગ અભિનંદન પત્રો ઓબામાને પાઠવ્યા છે.

English summary
India congratulates Obama on win, Pak expresses reservation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X