For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતે ગ્લોબલ માર્કેટમાંથી કોરોના વેક્સીન ખરીદવાની પ્રક્રિયામાં ઘણુ મોડુ કર્યુ, ટૉપ વાયરોલૉજિસ્ટે કહી આ વાત

ભારતના ટૉપ વાયરોલૉજિસ્ટ(મોટા વિષાણુ વિજ્ઞાની) ડૉ.ગગનદીપ કાંગે કહ્યુ કે ભારતે આંતરરાષ્ટ્રીય બજારમાંથી કોરોના વાયરસની વેક્સીન ખરીદવાની પ્રક્રિયામાં ઘણુ મોડુ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતના ટૉપ વાયરોલૉજિસ્ટ(મોટા વિષાણુ વિજ્ઞાની) ડૉ.ગગનદીપ કાંગે કહ્યુ કે ભારતે આંતરરાષ્ટ્રીય બજારમાંથી કોરોના વાયરસની વેક્સીન ખરીદવાની પ્રક્રિયામાં ઘણુ મોડુ કર્યુ છે. માટે હવે ભારત પાસે બહુ જ ઓછા વિકલ્પ બચ્યા છે. ડૉ.ગગનદીપ કાંગે સવાલ ઉઠાવીને કહ્યુ કે શું આપણે આ પ્રક્રિયાને ટેબલ પર લાવવામાં થોડુ મોડુ નથી કરી દીધુ, હવે આપણી પાસે વિકલ્પ જ શું બચ્યા છે? વાયરોલૉજિસ્ટ ડૉ.ગગનદીપ કાંગ સુપ્રીમ કોર્ટ દ્વારા મેડિકલ ઑક્સિજન પર રચિત સમિતિના સભ્ય પણ છે. ગગનદીપ કાંગે કહ્યુ કે, 'બાકી દુનિયા એક વર્ષથી જોખમ ઉઠાવીને વેક્સીન ખરીદી રહી છે, તો હવે ગ્લોબલ માર્કેટમાં આપણા માટે શું સપ્લાય બચી છે કે અત્યારે જઈને કહીએ કે અમે રસી ખરીદવા માંગીએ છીએ?'

modi

એનડીટીવી સાથે વાત કરીને ડૉ.ગગનદીપ કાંગનુ આ નિવેદન એવા સમયમાં આવ્યુ છે જ્યારે ઘણા રાજ્યોએ કોવિડ-19 વેક્સીન માટે ગ્લોબલ ટેન્ડર જારી કર્યા છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રાજ્યોને ગ્લોબલ ટેન્ડર જારી કીને સીધા વિદેશથી વેક્સીન ઑર્ડર લેવા માટે કહ્યુ છે. ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, દિલ્લી સહિત અમુક રાજ્યોએ વિદેશથી સીધી વેક્સીન ખરીદવા માટે ગ્લોબલ ટેન્ડર જારી કર્યા છે. ડૉ.ગગનદીપ કાંગે કહ્યુ, જો તમે ઝાયડસ કેડિલા, બાયોલૉજિકલ ઈ જેવી કંપનીઓ પાસે જઈ શકો છે જેની કોવિડ વેક્સીન આ વર્ષના અંત સુધીમાં આવવાની છે, તમે તેમને એમ કહી શકો છો કે તે પોતાના પ્રોડક્શનમાં તેજી લાવે અને વધુને વધુ વેક્સીન પેદા કરે. તમે તેમને કહી શકો છો કે જો તમારી ટ્રાયલ સફળ રહે તો અમે બધી ખરીદી લઈશુ. મને લાગે છે કે આપણે આ રીતે વધુ વેક્સીન મળી શકે છે.

ટ્રાયલ મોડમાં જ કોવિડ-19 વેક્સીન માટે રોકાણના જોખમના સવાલ પર ડૉ. કાંગે કહ્યુ મને નિશ્ચિત રીતે લાગે છે કે આપણે જોખમ ઉઠાવીને આમ કરવુ જોઈએ. અને જો આપણે આમ કરીએ તો એ આપણને ભવિષ્ય માટે પણ સારી રીતે તૈયાર કરે છે કારણકે તમે એક ઉદાહરણ રૂપ બનો છો. આપણે જણાવીશુ કે અમે શોધ અને ઈનોવેશનમાં પણ રોકાણ કરવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે વેક્સીનની ખરીદી પર ભારતની નીતિ વ્યાપક રીતે ટીકા કરવામાં આવી છે. સંયુક્ત રાજ્ય અમેરિકાએ ગયા વર્ષે માર્ચમાં કોવિડ વેક્સીન લગાવવા માટે ઑપરેશન વાર્પ સ્પીડમાં 10 બિલિયનનુ રોકાણ કર્યુ હતુ તે પણ એ વખતે જ્યારે વેક્સીન બની પણ નહોતી. ભારતે ક્યારેય વેક્સીનની ક્લીનીકલ ટ્રાયલ માટે કોઈ ચૂકવણી કરી નથી.

English summary
India delayed of bulk-buying coronavirus vaccines unlike several other nations: Top virologist
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X