For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય ગીતકાર ગુલઝારે પાકિસ્તાનની માફી માંગી

|
Google Oneindia Gujarati News

gulzar
નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી : થોડાંક દિવસ અગાઉ પાકિસ્તાનનો પ્રવાસ અધવચ્ચે છોડી સ્વદેશ પરત ફર્યા બાદ ગીતકાર ગુલઝારની મુશ્કેલીઓ ઓછી થતી નથી લાગતી. કરાંચી સાહિત્ય સમ્મેલનમાં ભાગ લેવા કરાંચી ગયેલ ગુલઝારે કાર્યક્રમ અધવચ્ચે મૂકી દેશ પરત ફર્યા બાદ સાહિત્ય મહોત્સવના આયોજકોની માફી માંગી લીધી છે. કરાંચી સમ્મેલનના આયોજકોએ જણાવ્યું કે ગીતકાર ગુલઝારે ગુરુવારના રોજ એક પત્ર લખી અમારી માફી માંગી છે.

આયોજકોના જણાવ્યા મુજબ ગુલઝારે પોતાના પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન પ્રવાસ અધવચ્ચે છોડવાનો તેમનો અંગત નિર્ણય હતો. તેમણે પત્રમાં લખ્યું છે કે પોતાના જન્મ સ્થળ દીનાના પ્રવાસ બાદ તેઓ એટલા બધા અસહજ અનુભવવા લાગ્યાં કે જેથી તેમણે મુંબઈ પરત ફરવું પડ્યું.

પાકિસ્તાની સમાચાર પત્ર ડૉનના જણાવ્યા મુજબ ગીતકાર ગુલઝારે સાહિત્ય સમ્મેલનમાં ભાગ ન લઈ શકવા બદલ પાકિસ્તાનના લોકોની માફી માંગી છે. અખબારે ગુલઝારના પત્રની ચર્ચા કરતાં લખ્યું છે કે ગુલઝાર લાહોરમાં રોકાણ દરમિયાન પોતાના પૈતૃક શહેર દીના ગયા હતાં કે જ્યાં તેમણે પોતાના ઉસ્તાદ અહેમદ નદીમ કાસમીને પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી, પરંતુ ત્યાંથી પરત ફર્યા બાદ તેઓ પોતાની છાતીમાં અકળાટ અનુભવવા લાગ્યાં. હોટેલ પહોંચ્યા બાદ પણ તેઓ અનુકૂળ અનુભવી નહોતા શકતાં. તેથી તેમણે મુંબઈ પરત ફરવાનો ફેંસલો કર્યો.

હકીકતમાં અફઝલ ગુરૂની ફાંસી બાદ ભારત-પાકિસ્તાન સરહદે તણાવ ઉભુ થયુ હતું. પાકિસ્તાનમાં પણ અફઝલની ફાંસી સામે વિરોધ શરૂ થઈ ગયો હતો. તેથી સલામતી મુદ્દે ભારતીય હાઈકમિશને ગીતકાર ગુલઝારને ભારત પરત ફરવા જણાવ્યુ હતું.

English summary
Music Director and Lyricist Gulzar have apologized the Karachi Literature conference organizers after leaving the Pakistan without attending the conference.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X