For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

35 ટકા મુખ્યમંત્રી પર અપરાધિક કેસ અને 81 ટકા કરોડપતિ સીએમ

એડીઆર ની રિપોર્ટમાં એક ચોંકાવી નાખે તેવી બાબત સામે આવી છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતના 35 ટકા મુખ્યમંત્રી પર અપરાધિક કેસ દાખલ છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

એડીઆર ની રિપોર્ટમાં એક ચોંકાવી નાખે તેવી બાબત સામે આવી છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતના 35 ટકા મુખ્યમંત્રી પર અપરાધિક કેસ દાખલ છે. એડીઆર અને નેશનલ ઇલેકશન વોચ ઘ્વારા આ વાત આખા દેશ અને રાજ્યના વિધાનસભા અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રી ના શપથ પાત્રોના આધાર પર જણાવ્યું છે.

crorepati cm

રિપોર્ટ મુજબ આ હલકનામાં માં મુખ્યમંત્રીઓ ઘ્વારા સ્વીકારવામાં આવ્યું છે કે તેમના પર અપરાધિક કેસ છે જેમાં હત્યા, દગાખોરી, વધારે સંપત્તિ, અને અપરાધિક ધમકીઓ જેવી બાબતો શામિલ છે.

આંધ્રપ્રદેશ ના ચંદ્રબાબુ નાયડુ સૌથી વધારે ધની સીએમ

એટલું જ નહીં પરંતુ આ રિપોર્ટ જણાવે છે કે દેશના 81 ટકા સીએમ કરોડપતિ છે. જેમાં બે સીએમ પાસે તો 100 કરોડ કરતા પણ વધારે સંપત્તિ છે. સીએમ ની એવરેજ સંપત્તિ લગભગ 16.18 કરોડ જેટલી છે. આંધ્રપ્રદેશના ચંદ્રબાબુ નાયડુ 177 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સૌથી વધારે અમીર સીએમ છે. અરુણાચલ પ્રદેશના સીએમ પ્રેમ ખાંડુ પાસે 129 કરોડ રૂપિયાની સંપત્તિ છે. પંજાબના અમરિન્દર સિંહ પાસે 48 કરોડ રૂપિયા કરતા વધારે સંપત્તિ છે.

ત્રિપુરા ના માનિક સરકાર પાસે 27 લાખની સંપત્તિ

સૌથી ઓછી ઘોષિત કરવામાં આવેલી સંપત્તિ સાથે ત્રિપુરાના માનિક સરકાર આવે છે. જેમની સાથે 27 લાખ રૂપિયા જેટલી સંપત્તિ છે. ત્યારપછી બંગાળની મમતા બેનરજી પાસે 30 લાખ અને જમ્મુ અને કાશ્મીરની મહેબૂબ મુફ્તી પાસે 56 લાખ રૂપિયાની સંપત્તિ છે.

English summary
In India, around 35 per cent chief ministers have criminal cases against them and 81 per cent of the total are crorepatis, according to an ADR report released today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X