For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની વધુ એક સિદ્ધિ, ઈંટરસેપ્ટ મિસાઈલનું કર્યું સફળ પરિક્ષણ

ભારતની વધુ એક સિદ્ધિ, ઈંટરસેપ્ટ મિસાઈલનું કર્યું સફળ પરિક્ષણ

|
Google Oneindia Gujarati News

ભુવનેશ્વરઃ ભારતે રવિવારે રાત્રે રક્ષા ક્ષેત્રમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી લીધી છે. સૂત્રો તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ ઓરિસ્સામાં ભારતે સફળતાપૂર્વક એક ઈન્ટરસેપ્ટ મિસાઈલનું પરિક્ષણ કર્યું. આ પરિક્ષણ બાદ ભારત બે સ્તરીય બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને ડેવલપ કરવામાં મોટી સફળતા હાંસલ કરી છે. આ ઈન્ટરસેપ્ટને અબ્દુલ કલામ દ્વીપ પરથી લૉન્ચ કરવામાં આવી હતી. જેને પહેલા ઈંટીગ્રેટેડ ટેસ્ટ રેંજ અંતર્ગત વ્હીલ આઈલેન્ડના નામથી ઓળખાતી હતી. સૂત્રોએ જણાવ્યા મુજબ રવિવારે સાંજે 8.50 મિનિટ પર આ પરિક્ષણ કરવામાં આવ્યું.

ballistic missile

ઈન્ડિયન આર્મીને મળશે મોટી મદદ
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન વૈજ્ઞાનિક તરફથી જણાવવામાં આવ્યું કે આ ઈન્ટરસેપ્ટનું નામ પૃથ્વી ડિફે્ન્સ વ્હીકલ મિશન આપવામાં આવ્યું છે. પીડીવીએ જમીનના વાતાવરણથી લગભગ 50 કિમી દૂર બે લક્ષ્યને ભેદ્યાં હતાં. ડીઆરડીઓ સૂત્રો તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ બંને પીડીવી ઈન્ટરસેપ્ટર અને ટાર્ગેટ મિસાઈલે સફળતાપૂર્વક મિશન પૂરું કર્યું. એક ઑટોમેટેડ ઓપરેશન અંતર્ગત રડાર આધારિત ડિટેક્શન અને ટ્રેનિંગ સિસ્ટમે દુશ્મનની મિસાઈલને ડિટેક્ટ કરી તેનો પીછો કર્યો. કમ્પ્યુટર નેટવર્કને રડારથી જે ડેટા મળ્યા હતા તેના દ્વારા આગામી બેલેસ્ટિક મિસાઈલના રસ્તાનો પતો લાગી શક્યો. જે બાદ કમ્પ્યુટર સિસ્ટમે જ્યારે લિફ્ટ ઑફ માટે કમાંડ આપ્યા તો પીડીવીએ ટેક ઑફ કર્યું. ઈન્ટીરિયલ નેવિગેશન સિસ્ટમ ઈન્ટરસેપ્ટરને ગાઈડ કરી રહ્યું હતું. જેને રેજ્યૂનડેન્ટ માઈક્રો નેવિગેશન સિસ્ટમથી સોપર્ટ મળતો હતો. ઈન્ટરસેપ્ટરે ઈન્ટરસેપ્શન અનુમાનિત પોઈન્ટની માહિતી મેળવી.

અગાઉ ડીઆરડીઓએ જમીનથી જમીન પર વાર કરનાર મિસાઈલ 'પ્રહાર'નું પરિક્ષણ કર્યું હતું. 'પ્રહાર' પૂરી રીતે દેશમાં બનેલી અત્યાધુનિક મિસાઈલ છે. ભારતીય સેનામાં પ્રહાર જેવી મિસાઈલના સામેલ થવાથી સેનાની સ્ટ્રાઈકિંગ કેપેસિટીમાં વધારો થશે અને સાથે જ યુદ્ધ પ્રણાલી માટે જરૂરી અલ્ટ્રા-મોડર્ન ટેક્નોલોજી પણ વધારવા માટે સક્ષમ છે.

આ પણ વાંચો- અમિત શાહને કેજરીવાલની ચેલેન્જ, કહ્યું- મોદી કરતા 10 ગણું કામ કર્યું

English summary
India has successfully developed an interceptor Ballistic Missile Defence System in Odisha on Sunday night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X