પાકિસ્તાને કહ્યું, ભારત આ મહિને ફરી એટેક કરશે, તારીખ પણ જણાવી
પાકિસ્તાન અને ભારત વચ્ચે પુલવામાં હુમલા પછી ભારતીય વાયુસેનાની પાકિસ્તાનમાં ઘૂસીને કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પછી બંને દેશો વચ્ચે સંબંધ સુધારતો નથી જોવા મળી રહ્યો.
પાકિસ્તાન અને ભારત વચ્ચે પુલવામાં હુમલા પછી ભારતીય વાયુસેનાની પાકિસ્તાનમાં ઘૂસીને કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પછી બંને દેશો વચ્ચે સંબંધ સુધારતો નથી જોવા મળી રહ્યો. રવિવારે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મેહમુદ કુરેશી ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન પાસે ખુબ જ વિશ્વસનીય સૂચના છે કે ભારત પાકિસ્તાન પર આ મહિને વધુ એક હુમલો કરી શકે છે. બંને પરમાણુ દેશો વચ્ચે ફેબ્રુઆરી મહિનાથી સતત ગતિરોધ બની રહ્યો છે.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં હિન્દૂ છોકરીઓના અપહરણનો મુદ્દો ચર્ચાયો

પાકિસ્તાને હુમલાની તારીખ પણ જણાવી
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મેહમુદ કુરેશી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ હુમલો 16 એપ્રિલથી 20 એપ્રિલ વચ્ચે થઇ શકે છે. કુરેશીએ પોતાના ગૃહજનપથ મુલતાનમાં પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે અમારી પાસે વિશ્વસનીય ખુફિયા જાણકારી છે કે ભારત પાકિસ્તાન પર વધુ એક હુમલાની તૈયારી કરી રહ્યું છે. અમારી સૂચના અનુસાર આ હુમલો 16 એપ્રિલથી 20 એપ્રિલ વચ્ચે કરવામાં આવી શકે છે. કુરેશી ઘ્વારા હજુ સુધી આ વાતની જાણકારી નથી આપવામાં આવી કે આખરે તેમની પાસે કયા પુરાવા છે અને કયા આધાર પર તેઓ આ તારીખ કહી રહ્યા છે.

ઇમરાન ખાન સૂચના શેર કરવા માટે તૈયાર
શાહ મેહમુદ કુરેશી ઘ્વારા જણાવવામાં આવ્યું કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન આ સુચનાને ભારત સાથે શેર કરવા માટે તૈયાર છે. પાકિસ્તાને ભારતના વિદેશ મંત્રાલયને એક મેલ મોકલ્યો હતો, જેનો જવાબ અમને હજુ સુધી નથી મળ્યો. ઇમરાન ખાને ભારતની સત્તારૂઢ પાર્ટી ભાજપ પર યુદ્ધ ઉન્માદનો આરોપ લગાવ્યો છે.

પુલવામાં હુમલા પછી ભારતે એર સ્ટ્રાઇક કરી
14 ફેબ્રુઆરીએ આતંકીઓએ પુલવામાં સીઆરપીએફ કાફલાને નિશાનો બનાવ્યો હતો. આ ઘટનામાં 40 સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા. ત્યારપછી ભારતે 27 ફેબ્રુઆરીએ બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી હતી અને આતંકીઓના અડ્ડાઓને તબાહ કર્યા હતા.












Click it and Unblock the Notifications
